સુરતમાં અઠવા ઝોનના વધુ 5.81 લાખ લોકો ફરજિયાત હોમ ક્વોરન્ટીન
શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 89 પર પહોંચી ગયો છે. ત્યારે સેન્ટ્રલ ઝોનના જુદા જુદા ત્રણ વોર્ડ વિસ્તારના કુલ 97008 ઘરોમાં રહેતાં 4,36,547 લોકો અને લિંબાયત ઝોનમાં જુદા જુદા વિસ્તારના 32,130 ઘરોમાં રહેતાં 1,44,589 લોકો મળી બંને ઝોન મળી કુલ 5,81,136 લોકોને ફરજિયાત હોમ ક્વોરંન્ટાઈનમાં રહેવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. આ વિસ્તારમાં રાજ્ય સરકારે કર્ફ્યુ જાહેર કરાયું છે. સેન્ટ્રલ ઝોનના સૈયદપુરા, નાણાવટ, શાહપોર વિસ્તારના 21,136 ઘરમાં રહેતા 95,115 લોકો, સલાબતપુરા, બેગમપુરા, મહિધરપુરા, કાંસકીવાડ, સૈયદપુરામાં વિસ્તારના 32,815 ઘરમાં રહેતા 1,47,670 લોકો તથા નાનપુરા, સગરામપુરા, ગોપીપુરા, વાડીફળિયા, સોનીફળિયામાં આવેલા 43,057 ઘરમાં રહેતા 1,93,762 લોકો. જ્યારે લિંબાયત ઝોનના આંજણા, ઉંમરવાડા અને ડુંભાલમાં આવેલા 32,130 ઘરમાં રહેતા 1,44,589 લોકો એમ સેન્ટ્રલ ઝોન અને લિંબાયત ઝોનના વિસ્તારો કલસ્ટર તરીકે જાહેર કરી બીજો હુકમ ન થાય ત્યાં સુધી ફરજિયાત હોમ કવોરોન્ટાઈનમાં રહેવા પાલિકા કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કરી હુકમ કર્યો છે.