સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 17 એપ્રિલ 2020 (14:45 IST)

કોરોના હોટસ્પોટ અમદાવાદમાં આજે 500 રેપિડ એન્ટી બોડી ટેસ્ટ થશે

કોરોના વાયરસની હાજરીને પારખતી એન્ટિબોડી રેપિડ ટેસ્ટ કીટ ૨૪૦૦૦ની સંખ્યામાં દિલ્હીથી અમદાવાદ આવી પહોચી હતી. શુક્રવારે અમદાવાદમાં આશરે 500 કોરોનાના રેપિડ ટેસ્ટ હાથ ધરાશે. ગુજરાતમાં કોરનાના કેસો 1,000ને પાર થઈ ગયા છે અને હોટ સ્પોટ અમદાવાદમાં જ અડધો અડથી વધારા કેસો નોંધાયા છે ત્યારે હવે સ્થિતિને અંકુશમાં લેવા રેપિડ ટેસ્ટ કિટનો ઉપયોગ કરી ઝડપથી પોઝિટિવ દર્દીઓની ઓળખ કરી તેમની સારવાર માટેના પગલાં હાથ ધરાશે.દિલ્હીથ આવેલા જથ્થા ઉપરાંત મહારાષ્ટ્રના પાલઘરથી વધુ દસ હજાર કિટની વલસાડ ડિલીવરી લેવાશે ત્યાંથી તેને જુદા જુદા જિલ્લાઓમાં મોકલાશે. આ સાથે રાજ્યભરમાં રેપિડ ટેસ્ટ માટે અભિયાન શરૂ થશે. આ કિટ ચીનથી આયાત કરવામાં આવી છે જેને આઈસીએમઆર નવી દિલ્હી દ્વારા ગુજરાતના આરોગ્ય વિભાગને મોકલવામાં આવી છે. અહીં શોધવું જરૂરી છે કે રેપિડ ટેસ્ટમાં બ્લડ સેમ્પલ દ્વારા વ્યક્તિમાં સંક્રમણને પ્રાથમિક રીતે જાણવામાં આવે છે. એમાં પોઝિટિવ હોય એના પર પીસીઆર ટેસ્ટ કરવો પડે છે. જો નેગેટિવ આવે તો પણ એને 14 દિવસ કોરન્ટાઈનમાં રહેવું પડશે. આમ, આનાથી હવે દેશભરમાં આ ટેસ્ટ શરૂ થશે.