ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 જૂન 2020 (16:30 IST)

કોંગ્રેસના ત્રણ પાટીદાર ધારાસભ્યોએ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને મળતા ખળભળાટ

કોરોના મહામારી વચ્ચે યોજાઈ રહેલ રાજ્યસભાની ચૂંટણીમાં ફરીથી ભાજપ પોતાના મિશનમાં લાગી ગયું છે. એટલે કે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાના પ્રયત્નો શરૂ કરી દીધા હોય તેમ આજે કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજ્યના ડે.CM નીતિન પટેલ સાથે બેઠક કરી છે. કોંગ્રેસના 3 પાટીદાર ધારાસભ્યોએ નીતિન પટેલની મુલાકાત કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના લલિત કગથરા, લલિત વસોયા, કિરીટ પટેલ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલને મળ્યા છે. રાજ્યસભાની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસના 3 પાટીદાર ધારાસભ્યોની અવરજવર ચર્ચાનો વિષય બન્યો છે. તમને જણાવીએ કે લોકડાઉન અગાઉ સોમા પટેલે કોંગ્રેસના MLA પદેથી રાજીનામું આપ્યું હતું. આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં 4 રાજ્યસભાની સીટો માટેની ચૂંટણીનું કાઉનડાઉન શરૂ થઈ ગયું છે. ચૂંટણી પંચે તારીખ પણ જાહેર કરી દીધી છે. ત્યારે આજે ગાંધીનગરમાં અજીબોગરીબ સિનાયરીઓ જોવા મળ્યો છે, એટલે કે એવા સમાચાર મળી રહ્યા છે કે, આજે કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજ્યના ડે.CM નીતિન પટેલ સાથે બેઠક કરી છે. કોંગ્રેસના 3 પાટીદાર ધારાસભ્યોએ ગાંધીનગરમાં ચૂંટણીના સમયે નીતિન પટેલને મળતા રાજકારણને હવા લાગવી સ્વાભાવિક છે. કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો લલિત કગથરા, લલિત વસોયા, કિરીટ પટેલ નીતિન પટેલને મળ્યા હતા. પરંતુ આ ત્રણેય નેતાઓ ડેપ્યૂટી સીએમને કેમ મળ્યા હતા તે સ્પષ્ટ થઈ શક્યું નથી.રાજ્યસભાની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યોની આવી રીતની અવરજવર ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ કોંગ્રેસના સોમા પટેલે કોંગ્રેસના MLA પદેથી રાજીનામુ આપ્યું હતું. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો સ્વર્ણિમ સંકુલ વનમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા પહોંચ્યા ત્યારે ચર્ચાનો વિષય બન્યો હતો. કોંગ્રેસના ત્રણ પાટીદાર સભ્ય જેવા કે લલિત કગથરા લલિત વસોયા અને કિરીટ પટેલ નીતિન પટેલને મળવા પહોંચીને તેમના વચ્ચે શું વાતચીત થઈ તે કારણ હજુ અંકબંધ છે.