1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 ઑક્ટોબર 2020 (14:52 IST)

ગુજરાતમાં ક્યા છે દારૂબંધી, સ્કુટર પર 100 લીટર દારૂની હેરાફેરી કરતો વ્યક્તિ ઝડપાયો

ટુ-વ્હીલરમાં 100 લિટર દારૂ… તેની કલ્પના કરો. આવો જ એક કિસ્સો ગુજરાતમાં સામે આવ્યો છે જ્યાં એક વ્યક્તિ વિદેશી દારૂની 125 બોટલોને પોતાના તેના સ્કૂટરમાં લઈ જઈ રહ્યો હતો. આ વ્યક્તિની પ્રવૃત્તિ શંકાસ્પદ લાગી હતી અને પોલીસે તેને ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર અટકાવ્યો હતો.  ચેકિંગ દરમિયાન દારૂની બોટલો બહાર આવી ત્યારે પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ શખ્સે તેના પેન્ટમાં દારૂની બોટલો છુપાવી દીધી હતી.
 
દારૂના તસ્કરે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે વધતી માંગને કારણે તેણે દરેક જગ્યાએ સ્કૂટરમાં દારૂની બોટલો મૂકી હતી. બનાસકાંઠા જિલ્લાના પાથાવડા પોલીસ સ્ટેશનમાં આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. કથિત તસ્કરની ઓળખ ભરત જાધવ (35), સાબરમતીના રહેવાસી તરીકે થઈ છે. જાધવની 175 મિલીલીટરની 125 મિલી બોટલો સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેમની કિંમત 46,000 હજાર રૂપિયા સુધી બતાવાઈ રહી છે.
 
સ્કૂટરમાં જ્યા  જુઓ ત્યા દારૂ જ દારૂ 
આરોપી સરહદ પર આવેલા ગુંડી  ગામની ચેકપોસ્ટ પર ઝડપાયો હતો. દારૂ દારૂનુ વજન જ 93 લિટર છે. બોટલનું વજન અલગથી ઉમેરવામાં આવે છે. પોલીસે જણાવ્યું કે જાધવે કેટલીક બોટલ  સ્કૂટરના પાયદાન વિસ્તારમાં  મૂકી હતી. કેટલીક બોટલો બેગમાં ભરીને તેને ખભા પર લટકાવવામાં આવી હતી જ્યારે બાકીની બોટલ ગ્લોવબોક્સમાં મુકી હતી.
 
પેન્ટમાં પણ સંતાડી હતી 
 
એટલું જ નહીં જાધવે તેની પેન્ટની અંદર  પણ 4 બોટલ મુકી હતી. જાધવે પોલીસને જણાવ્યું હતું કે દારૂના કેટલાક અધીરા ગ્રાહકો છે જે ઘણા સમયથી તેની પાસેથી દારૂની માંગ કરી રહ્યા છે. અગાઉ તે મોટા વાહનોમાં દારૂની દાણચોરી કરતો હતો. આ વખતે તેણે સ્કૂટર પર દારૂ લઇ જવાનું વિચાર્યું. તેને લાગ્યું હતું કે પોલીસ ટુ વ્હીલરની તપાસ કરશે નહીં.
 
 50 બોટલ સાથે મિત્રની પણ ધરપકડ 
 
જાધવની સાથે તેના એક સાથી ધર્મેશ સિકરવારની પણ ધરપકડ કરવામાં આવી હતી. ધર્મેશ એક સ્કૂટર ઉપર દારૂની 50 બોટલો ઈ ગયો હતો, જેની કિંમત 23,000 રૂપિયા છે. પોલીસે જાધવ અને ધર્મેશ હેઠળ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.