બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 ઑક્ટોબર 2020 (08:25 IST)

ગુજરાતમાં આ વર્ષે મહાનગરપાલિકાની ચૂંટણી સ્થગિત, જાણો શું છે કારણ

ગુજરાતમાં નવેમ્બર મહિનામાં 8 વિધાનસભા પર પેટાચૂંટણી યોજાવવાની છે. કોંગ્રેસ અને ભાજપે પોતાના ઉમેદવારોની પણ જાહેરાત કરી દીધી છે. તો બીજી તરફ એક મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યાં કોરોનાના લીધે આ વર્ષે યોજાનાર મહાનગરપાલિકા, નગર પાલિકા તથા તાલુકા પંચાયતની ચૂંટણીને અનિશ્વિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચના અનુસાર કોરોનાની પરિસ્થ્તિને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટની વચ્ચે 6 મહાનગર પાલિકા, 55 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ ચૂંટૅણી આયોગે આ નિર્ણય પર પૂર્ણવિરામ મુકી દીધો છે. 
 
આ ચૂંટણી પંચ અંગે જાહેરનામું બહાર પડ્યું છે અને જણાવાયું છે કે, આગામી ત્રણ મહીના પછી કોરોનાની સ્થિતીનિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી 2015માં યોજાઇ હતી. જેની મુદ્દત ડિસેમ્બરમાં પુર્ણ થઇ રહી છે. 
 
ચૂંટણી પંચના અનુસાર જો નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી યોજાય તો તેનાથી કોરોના વાયરસનો ખતરો વધી શકે છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હજુ બેકાબૂ છે. કોરોના કાબૂમાં આવશે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે બિહાર ચૂંટણી સાથે નવેમ્બરમાં ગુજરાતની 8 વિધાનસભાની સીટો પર 3 નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાવવાની છે. કોંગ્રેસ અને ભાજપ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.