ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 ઑક્ટોબર 2020 (10:45 IST)

ગુજરાતના માથેથી આફળ ટળી, વરસાદી સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઇ

રાજ્યમાં ખાબકેલા ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર નદીઓ છલકાઇ રહી છે. વિવિધવત રીતે ચોમાસું પુરૂ થઇ ગયું છે. પરંતુ તેમછતાં મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. બપોરે ગરમી, બફારો થઇ રહ્યો છે તો બીજી તરફ સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં આગામી 14મીથી 16મી ઓક્ટોબર સુધીમાં હળવો વરસાદ પડવાની આગાહી કરતા હવે ફરી વરસાદ પડે તેવા સંજોગો છે અને ત્રણ દિવસ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. 
 
પરંતુ આવામાં રાજ્ય માટે રાહતના સમાચાર આવ્યા છે. વરસાદ મામલે રાજ્ય માટે મોટા સમાચાર આવ્યા છે કે, વરસાદી સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઇ છે. હવે આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી નથી. રાજ્યમાં અત્યાર સુધુ 121 ટકા વરસાદ થયો છે.