રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 24 ફેબ્રુઆરી 2024 (11:18 IST)

ગુજરાતનું સૌથી મોટુ રેલવે સ્ટેશન તોડીને નવું બનાવાશે, સૂર્યમંદિરની થીમ પર બનશે સ્ટેશન

Gujarat's biggest railway station will be demolished and a new one will be built
Gujarat's biggest railway station will be demolished and a new one will be built

ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશન એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ કરવામાં આવશે. આગામી 26 ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહૂર્ત કરવામાં આવશે. કાલુપુર રેલવે સ્ટેશન મોઢેરાના સૂર્યમંદિરની થીમ પર બનાવવામાં આવશે.
Gujarat's biggest railway station will be demolished and a new one will be built
Gujarat's biggest railway station will be demolished and a new one will be built

એરપોર્ટ કરતાં પણ ખૂબ જ અદ્યતન રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. કાલુપુરથી લઈ સારંગપુર સુધીના રસ્તાને જોડવામાં આવશે. રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના જોઇન્ટ જનરલ મેનેજર અપૂર્વ અવસ્થીએ સ્ટેશન રિડેવલપમેન્ટ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલોપમેન્ટની કામગીરી 36 મહિનામાં પૂર્ણ થશે. જેનો પ્લાન પણ નક્કી કરાયો છે. કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટને લઈ બે મહિનાથી સર્વે અને રિલોકેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ સ્ટેશન ડિમોલિશન કરીને નવું બનાવવામાં આવશે. જમીનથી 10 મીટર ઉપર એક એલિવેટેડ રોડ નેટવર્ક કાલુપુર બ્રિજ અને સારંગપુર બ્રિજને જોડતો બનાવવાશે. 2024 અને 2060ને ધ્યાને રાખીને પ્લાન બનાવ્યો છે.
Gujarat's biggest railway station will be demolished and a new one will be built
Gujarat's biggest railway station will be demolished and a new one will be built

કાલુપુર અને સારંગપુરથી સીધા રેલવે સ્ટેશન પહોંચી શકાશે.આ પ્રોજેક્ટ અંતર્ગત મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ કાલુપુર તરફ બનાવવામાં આવશે. કુલ 16 માળનું બિલ્ડિંગ બનાવવામાં આવશે. બે બેઝમેન્ટ બનશે. પહેલાં છ માળમાં પાર્કિંગ બનશે. તેની ઉપર 4થી 5 માળમાં રેલવેની ઓફિસો બનાવવામાં આવશે. જ્યારે તેની ઉપરના તમામ માળ મુસાફરો માટે યાત્રી સુવિધાઓ હશે. 10 મીટર ઉપર રહેલા કોન કોર્સથી બુલેટ ટ્રેન અને મેટ્રો સ્ટેશન સુધી પણ જઈ શકાશે. મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન અને રેલવે એમ ત્રણેય માટે લોકો પહોંચી શકાય તેવું આયોજન કરાયું છે.કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલોપમેન્ટ થવા જઈ રહ્યું છે. જે આખું 35 એકર જમીનની જગ્યામાં બનવાનું છે. સ્ટેશન બન્યા બાદ પેસેન્જર માટે એરાઈવલ અને ડિપાર્ચર આખી અલગ ડિઝાઇનમાં બનાવવામાં આવશે. જે જમીનથી 10 મીટર લેવલ ઉપર હશે. રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટને લઈ સર્વે પ્રિકન્સ્ટ્રક્શન અને રિલોકેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશન પર હાલમાં ટેમ્પરરી બેઝ પર એલિવેટેડ પાર્કિંગ બનાવ્યું છે.
Gujarat's biggest railway station will be demolished and a new one will be built
Gujarat's biggest railway station will be demolished and a new one will be built