શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (17:35 IST)

નર્મદાના ભચરવાડા ગામના મહિલા તલાટીને ગ્રામજનોએ બંધક બનાવ્યા

નર્મદાના ભચરવાડા ગ્રામ પંચાયત કચેરીમાં નવી વસાહતના નાગરિકોએ મહિલા તલાટીને બંધક બનાવી દીધા હતા. જેને લઇને પોલીસની મદદ લેવી પડી હતી. અત્યાર સુધી ભચરવાડા ગ્રામ પંચાયતમાં સામેલ નવી વસાહતના લોકોનો હવે કુંવરપરા ગામમાં સામેલ કરતા તેનો વિરોધ થતાં નવી વસાહતના લોકોએ ભચરવાડા ગ્રામ પંચાયત પહોંચીને હોબાળો મચાવ્યો હતો. લોકોએ મહિલા તલાટીને બંધક બનાવતા એલસીબી, એસઓજી અને રાજપીપળા પોલીસ ભચરવાડા ગામ પહોંચી હતી પોલીસે મામલો થાળે પાડીને મહિલા તલાટીને પોલીસ વાનમાં બેસાડી સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. આ મહત્વના પ્રશ્નનો સત્વરે નિવેડો આવે તેવી માગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી