શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (13:53 IST)

હાર્દિક પટેલના માથે ગાળિયો કસાયો, ગૃહવિભાગ અને પોલીસ અધિકારીઓની બેઠક

ભાજપને ભાંડનાર હાર્દિક પટેલને શાંત કરવા માટે શું કરવું તેનું ચિંતન ચૂંટણી પહેલા જ થઈ ગયું હતું. જો ભાજપની સરકાર રચાઈ તો કોઈ પણ ભોગે હાર્દિકને જેલની પાછળ ધકેલી દેવો અને તે માટે તેની ઉપર વિવિધ પ્રકારના ગુનાઓ નોંધી, તેની સામે નોંધાયેલા જુના કેસ પણ જલદી ચલાવી તેમા તેને સજા થઈ જાય તે દિશામાં કાર્યવાહી કરવી, જેની હવે શરૂઆત થઈ ગઈ છે, હાર્દિક પટેલના સંદર્ભમાં ગૃહ વિભાગ અને સિનિયર પોલીસ અધિકારીઓને મળેલી બેઠકમાં હાર્દિક ઉપર બીજા કયા પ્રકારના ગુનાઓ નોંધી શકાય તેની ચર્ચા થઈ હતી. કેટલાંક પોલીસ અધિકારીઓનો મત હતો કે ચુંટણી દરમિયાન હાર્દિક પટેલે કરેલી સભાના વિડીયો રેકોર્ડીંગ પોલીસ પાસે છે, જેનો અભ્યાસ કરતા હાર્દિકે જે પ્રકારની ભાષાનો પ્રયોગ કર્યો તેને લઈ તેની સામે અભદ્ર ભાષાના પ્રયોગનો ગુનો નોંધી શકાય તેમ છે. અને જયાં પણ હાર્દિકે આવી સભા કરી અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો તે તમામ સભા સ્થળે વિવિધ પ્રકારના ગુનાઓ નોંધી શકાય તેમ છે.આમ તેની સામે લોકોને ઉશ્કેરવાની ફરિયાદ પણ થઈ શકે છે. આ બેઠકમાં હાર્દિકને કોર્ટ દ્વારા મળેલા જામીન રદ થઈ શકે તેમ છે કે નહીં તેની પણ ચર્ચા કરવામાં આવી હતી, જો કે બેઠકના  હાજર મોટા ભાગના અધિકારીઓ ભાજપના નેતાઓને પસંદ પડે તેવી જ સલાહ આપી રહ્યા હતા, જો કે એક અધિકારી બેઠક બાદ બહાર આવી પોતાના સાથીઓ પાસે એવો મત વ્યકત કર્યો હાર્દિક પટેલ સાથે બદલો લેવા માટે સરકાર દ્વારા જે પ્રયાસ થઈ રહ્યા છે તે ઘાતક સાબીત થઈ શકે છે.