બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 15 જાન્યુઆરી 2018 (17:50 IST)

તોગડિયાની ધરપકડના આક્ષેપ બાદ એસજી હાઈવે પર ચક્કાજામ

આજે વિશ્વહિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયાને રાજસ્થાન પોલીસ અને ગુજરાતની સોલા પોલીસ તેમના ઘરે પહોંચી હતી. સોલા પોલીસ સ્ટેશનનના પીઆઈ જેએસ પટેલે જણાવ્યું હતું કે, રાજસ્થાન પોલીસે અમારી મદદ માગી હતી. અમારો સ્ટાફ અને રાજસ્થાન પોલીસની ટીમ ધરપકડ કરવા માટે તોગડિયાના ઘરે ગયા હતા. જોકે તોડગડિયા ઘરે મળ્યા નહોતા. જેથી સોલા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી રાજસ્થાન પોલીસ પરત ફરી હતી.તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદના મીડિયા ઈન્ચાર્જ(ઉત્તર ગુજરાત) હેમેન્દ્ર ત્રિવેદી મુજબ, પોલીસે આજે બપોરના 11 વાગ્યે કાર્યાલયથી તોગડિયાની ધરપકડ કરી લીધી છે.રવીણ તોગડિયાની ધરપકડના આક્ષેપ બાદ વીએચપીના કાર્યકરો હાઇવે પર ઉમટી પડ્યાં હતાં અને એસજી હાઇવે બ્લોક કરી ચક્કાજામ કર્યો. વીએચપીના કાર્યકરો મોટી સંખ્યામાં એસજી હાઇવે પર એકઠા થયા છે અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી વિરોધ નોંધાવી રહ્યાં છે.