સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 જૂન 2018 (13:47 IST)

સુરતમાં સેલ્ફિ લેતાં કોઝવેમાં પડેલા બે મિત્રોના ડૂબી જતાં મોત, બેનો આબાદ બચાવ

શહેરના રાંદેરથી કતારગામ વિસ્તારને જોડતા કોઝવે પર દોરી પકડી સેલ્ફી ખેંચવાનું ચાર મિત્રોને ભારે પડ્યું હતું. દોરી તૂટી જતાં પહેલા બે મિત્રો કોઝવેમાં પડી ગયા અને ડૂબવા લાગ્યા. તે બન્નેને બચાવવા માટે બાકીના બન્ને મિત્રો પણ કોઝવેમાં પડ્યા અને તે પણ ડૂબવા લાગ્યા. બચાવો બચાવોની બૂમો સંભળાઈ એ સાથે જ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી પોતાની રીતે બચાવ કામગીરી આરંભી દીધી હતી. જેમાં સ્થાનિક લોકોએ બે કિશોરોને કોઝવેમાંથી બહાર કાઢ્યા હતા. બાકીના બે મિત્રોને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યા હતા. ચારમાંથી બે મિત્રોનાં મોત થયાં છે. બેની હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે. નાનપુરા, હબીબશા મહોલ્લામાં રહેતા અને આઠમા ધોરણમાં અભ્યાસ કરતા ચાર મિત્રો મહમ્મદ અસલાદ આમદ હુસૈન શેખ (ઉં. વ. 15), મહમ્મદ ઝેડ અબ્દુલ રહિમ પાટીદાર (ઉં. વ.15), મહમ્મહ સોહિલ ખાન (15), મહમ્મદ શેફ ખાન (15) રાંદેર કોઝ-વે પર ફરવા ગયા હતા. દરમિયાન સેલ્ફી લઈ રહ્યા હતા. જેમાં બે મિત્રો કોઝ-વેમાં પડી ગયા હતા. જેને બચાવવા માટે બે મિત્રો પણ પડ્યા હતા. જોકે ચારેય મિત્રો ડૂબવા લાગ્યા હતા. રાહદારીઓએ જોઈ જતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું. દરમિયાન બે મિત્રોને લોકોએ બચાવી લીધા હતા. જ્યારે બે મિત્રોને ફાયર વિભાગે બચાવ્યા હતા. ચારમાંથી બે મિત્રો મહમ્મદ અસલાદ આમદ હુસૈન શેખ (15), મહમ્મદ ઝેડ અબ્દુલ રહિમ પાટીદાર (15) મોતને ભેટ્યા હતા