સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 જૂન 2018 (12:48 IST)

પૂર્વ ધારાસભ્યનાં ભત્રીજાની અશ્લીલ ક્લીપ બનાવી 10 કરોડની ખંડણી માંગનાર મહિલાની ધરપકડ

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુસાળીના ભત્રીજાના અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલીંગ કરી 10 કરોડની ખંડણી માંગવા મુદ્દે પોલીસે એક મહિલાની ધરપકડ કરી. કચ્છના જી ડિવીઝન પોલીસે મનિષા ગૌસ્વામી નામની મહિલાની ધરપકડ કરી હતી. અશ્લીલ વિડિઓ ક્લિપ બનાવી બ્લેકમેલીંગ કરવાના કેસમાં મહિલા આરોપી મનિષા ગોસ્વામીની એસીપી જી ડિવિઝને વાપીથી ધરપકડ કરી હતી. નોંધનીય છે કે કચ્છના દંપતીએ 10 કરોડની ખંડણી માંગી હતી જેમાંથી 55 લાખ ખડણી આપી દીધી હતી પરંતુ મહિલાની ધમકી વધતા સુનીલ ભાનુશાલીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી મનીષા  ગોસ્વામી પર આરોપ છે કે તેને પોતાના પતિ સાથે મળી કચ્છના પૂર્વ ધારાસભ્ય અને બીજેપીના ઉપપ્રમુખ જયંતિ ભાનુસાળીના ભત્રીજા સુનિલ ભાનુસાળી પાસેથી રૂપિયા 10 કરોડની ખંડણી માંગી હતી. કચ્છની અબડાસામાં રહેતી મનીષા ગોસ્વામી અને તેના પતિ ગજ્જુગીરીએ સુનિલની અશ્લીલ વિડિઓ ક્લિપિંગ ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી..