મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 જૂન 2018 (11:44 IST)

બાપે સાતમી વાર દિકરી જન્મતાં છરીના ઘા મારીને હત્યાં કરી નાંખી

એક બાપ માટે દિકરી શું હોઈ શકે. બાપ દિકરીનો સંબંધ અનેરો છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ પવિત્ર સંબંધ બદનામ થતો રહે છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરમાં બન્યો છે. એક પિતાને તેની ચાર દિવસની બાળકીને હત્યા કરી નાખી.હજી થોડા સમય પહેલાં જ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં એક મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો, પરંતુ પિતાએ છરીના ઘા મારી બાળકીની હત્યા કરી નાખી. પોલીસને જ્યારે હત્યા પાછળનું કારણ જાણવા મળ્યું તો તે પણ ચોંકી ગઈ હતી.આ મામલે ગાંધીનગરના રખિયાલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે. પોલીસનું કહેવું છે કે, પત્નીએ સાતમી વાર દીકરીને જન્મ આપ્યો હોવાથી તે ગુસ્સે થયો હતો અને આવેશમાં આવીને તેને મારી નાખી હતી. સારવાર માટે લવાયા બાદ બાળકીનું સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જ્યારે પોલીસે બાળકીની હત્યા કરનારા પિતાની ધરપકડ કરી છે.