સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 જૂન 2018 (11:20 IST)

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો, ઉમરગામમાં તળાવ ફાટ્યું

ગુજરાતમાં શનિવારથી જ વરસાદે પધરામણી કરી નાંખી અને તંત્રની પોલ પણ ખોલી નાંખી, ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં રવિવારે વરસાદી માહોલ જામ્યો હતો. ઉમરગામ, વાપી, વલસાડ, પારડી, ધરમપુર સહિતના વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે.   ઉમરગામમાં 8 ઇંચથી વધુ વરસાદ પડતા નારગોલ તળાવ ફાટ્યું હતું. જેના કારણે નારગોલ-મરોલી રોડ પર પાણી ફરી વળ્યા છે.અરબ સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા રાજયના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં મોડી રાતથી સતત ધીમી ધારે વરસી રહેલા વરસાદના કારણે અનેક ઠેકાણે પાણી ભરાવાના બનાવ બન્યા છે.
રાતભરમાં સૌથી વધુ વરસાદ વાપી અને ઉમરગામમાં નોંધાયો છે. ઉમરગામ રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. તો તાલુકાની 3 સ્કૂલોમાં ભારે વરસાદ જોતા રજાની જાહેરાત કરી દવામાં આવી છે.તેમજ નવસારીમાં પણ મોડી રાતથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી તો વરસાદના આગમનથી લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
હવામાન વિભાગના એક અધિકારીનું કહેવું છે કે, સોમવારે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. અરબ સાગરમાં કોંકણથી લઈને દક્ષિણ ગુજરાતના કાંઠા સુધીના વિસ્તારમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન તૈયાર થવાના કારણે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તાર ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી-અતીભારે વરસાદ પડી શકે છે.