શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 જૂન 2018 (14:44 IST)

વડોદરામાં સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર વિદ્યાર્થી વલસાડથી ઝડપાયો

વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી ભારતી સ્કૂલમાં 9 મા ધોરણના વિદ્યાર્થીની ચાકૂના 20 કરતા વધારે ઘા ઝીંકીને હત્યા કરનાર સ્કૂલના વિદ્યાર્થીને પોલીસે શુક્રવારની મોડી રાતે વલસાડથી ઝડપી પાડ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. શાળાના વોશરુમમાં લઈ જઈને ધો 9માં ભણતા દેવ તડવીની હત્યા કરવાની ઘટનાએ વડોદરા જનહી આખા ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે.આ ઘટના બાદ પોલીસે દોડધામ કરી મુકી હતી.દેવ તડવીની હત્યા કરનાર શાળાનો જ સગીર વિદ્યાર્થી પોતાની સ્કૂલ બેગ અને લોહીથી ખરડાયેલા કપડા સ્કૂલની બાજુમાં આવેલા મંદિરની છત પર મુકીને ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે શનિવારની રાત સુધીમાં જ તેનુ પગેરુ શોધી કાઢ્યુ હતુ.પોલીસ સમક્ષ આ સગીર હત્યારાએ પોતે એકલા જ હત્યાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. સીસીટીવી ફૂટેજ અને વિદ્યાર્થીની કેફિયત પ્રમાણે તેણે 90 સેકન્ડમાં જ હત્યાને અંજામ આપ્યો હતો.તે પહેલા દેવ તડવીને ધક્કો મારીને વોશરૃમમાં લઈ ગયો હતો અને પછી તેના પર ઝનૂનપૂર્વક છરાના 20 કરતા ઘા ઝીંક્યા હતા. આ જોઈને બે બાળકો ગભરાઈને વોશરુમમાંથી બહાર દોડી આવ્યા હતા.સગીર હત્યારો ત્યારબાદ સ્કૂલના ધાબ પર જતો રહ્યો હતો.જ્યાં તેણે પોતાના લોહીથી ખડાયેલા કપડા કાઢી નાંખ્યા હતા અને સ્કૂલબેગ પણ ફેંકી દીધી હતી.એ પછી સગીર વિદ્યાર્થી ફરાર થઈ ગયો હતો.