બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 માર્ચ 2018 (14:19 IST)

ત્રિપલ તલાક બિલ પાછું ખેંચો, વલસાડમાં મુસ્લિમ સમાજની મહિલાઓની વિશાળ રેલી

વલસાડ ખાતે મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા વિશાલ રેલી યોજવામાં આવી હતી. શરીયત કાયદામાં કોઈ ફેરફાર ન કરવાની માંગ સાથે ત્રિપલ તલાકનો મહિલાઓએ વિરોધ કર્યો હતો. અને ક્લેક્ટરને આવેદનપત્ર આપીને પોતાની માંગ બુલંદ બનાવી હતી. વલસાડ શહેર તથા તાલુકાની મુસ્લિમ મહિલાઓએ મુસ્લિમ મહિલાઓએ પ્રસ્તાવિત ત્રિપલ તલાક કાનૂનો વિરોધ કર્યો હતો. અને વિશાળ રેલી સાથે ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં માંગ કહેવાયું હતું કે, કાનુન 2017 જે લોકસભામાં મુસ્લિમ ધાર્મિક વિદ્યાવનો અને બુધ્ધિજીવીઓ સાથે કોઈ ચર્ચા વિચારણા કર્યા વગર ઉતાવળે આ કાયદો પસાર કરાવવામાં આવ્યો છે.

આ બીલનો મહિલાઓએ વિરોધ કરતાં આવેદનપત્રમાં કહ્યું હતું કે, આ મહિલાઓના અધિકારની વિરુધ્ધમાં છે. મુસ્લિમ મહિલાઓએ આવેદનપત્રમાં કહ્યુંહતું કે, જોઈન્ટ પાર્લામેન્ટરી પ્રવચન દરમિયાન મુસ્લિમ સ્ત્રીઓ માટે કહેલા શબ્દો 'મુસ્લિમ વુમેન્સ વેર કેપ્ચર્ડ પોલીટીકલ કોઝ એન્ડ ધીસ બીલ વીલ ઈમેન્સીપેટ ધેમ એન્ડ ગીવ લાઈ હોનર એન્ડ ડિગનીટી' આ શબ્દોથી મહિલાઓને આઘાત લાગ્યો છે. જે લઘુમતિ સમાજ પર સીધો શાબ્દિક પ્રહાર છે. જેથી મહિલાઓએ માંગ કરતાં આવેદનપત્રમાં કહ્યું કે આ શબ્દો પ્રવચનમાંથી દૂર કરવા જોઈએ.