ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 ફેબ્રુઆરી 2018 (13:25 IST)

વલસાડના પારડી નગરપાલિકામાં ટાઈઃ કોંગ્રેસ ભાજપ બંનેને 14-14 બેઠક

ગુજરાતમાં 33 જિલ્લાઓમાં 74 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. આજે તેના પરિણામો આવી રહ્યા છે ત્યારે વલસાડની ત્રણ નગરપાલિકા પૈકી પારડી પાલિકા ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઈ થઈ છે. બંને પક્ષોને 14-14 બેઠકો મળી છે. આ ચૂંટણીમાં ભાજપના વર્તમાન પ્રમુખ રતન બેન પટેલ સહિત અનેક ધુંરધરોનો પરાજય થયો છે. જ્યારથી નગરપાલિકાની સ્થાપના થઈ ત્યારથી સતત ભાજપ જ વિજયી બનતુ આવ્યુ છે પરંતુ આ વખતની ચૂંટણીમાં મતદાતાઓ પોતાનો આગવો મિજાજ બતાવ્યો હતો. ભાજપ માટે આ ચિંતન અને મંથનનો વિષય બન્યો છે. સાત વોર્ડની હાથ ધરાયેલી મતગણતરી દરમિયાન 6 વોર્ડ સુધી ભાજપ 13 બેઠક મળી હતી અને કોંગ્રેસને 11 મળી હતી. અંતિમ 7માં વોર્ડની મતગણતરી ઉપર ભાજપ કોંગ્રેસની જીતનો દારોમદાર રહ્યો હતો આખરે વોર્ડ નંબર 7માં કોગ્રેસને 3 અને ભાજપને માત્ર 1 બેઠક મળતા ટાઈ થઈ હતી.