ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 જાન્યુઆરી 2018 (12:40 IST)

ગુજરાતની ૭૫ નગરપાલિકાની ચૂંટણી માટે આજથી ફોર્મ ભરાશે

રાજ્યની ૭૫ નગરપાલિકાની ચૂંટણી માટે સોમવારે રાજ્ય ચૂંટણીપંચ જાહેરનામુ પ્રસિધ્ધ કરશે. ૨૯મી જાન્યુઆરીએ જ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે. ભાજપ-કોંગ્રેસે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતવા કમર કસી છે. વિધાનસભાની ચૂંટણી બાદ હવે ફરી એકવાર ચૂંટણીનો માહોલ જામશે. રાજ્યની ૭૫ નગરપાલિકાની ચૂંટણીમાં સારો દેખાવ કરી શહરોના સત્તામંડળ પર રાજકીય કબજો મેળવવા ભાજપ-કોંગ્રેસે તડામાર તૈયારીઓ કરી છે. આ ઉપરાંત દાવેદારોએ પણ ભાજપ-કોંગ્રેસની ટિકિટ મેળવવા છેલ્લી ઘડી સુધી દોડધામ મચાવી હતી.

રાજકીય લોબિંગ કર્યુ હતું. અત્યારે નગરપાલિકાઓમાં તો ભાજપનો દબદબો રહ્યો છે પણ કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી બાદ ફુલફોર્મ છે. આ જોતાં સારા પરિણામ મળે તેની કવાયત હાથ ધરવામાં આવી છે. કોંગ્રેસે તો સ્થાનિક મુદ્દાઓને ચૂંટણીમાં ગજવવા નક્કી કર્યુ છે.સ્થાનિક સ્તરે જ ઉમેદવાર નક્કી કરવા આયોજન ઘડાયુ છે. સોમવારથી ફોર્મ ભરવાની શરૃઆત થશે. ૩જી ફ્રેબુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. ૫મીએ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે. ૬ઠ્ઠી ફેબુ્રઆરી સુધી ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકાશે. ૧૭મીએ મતદાન યોજાશે જયારે ૧૯મીએ મતગણતરી યોજવામાં આવશે.