ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 જૂન 2018 (12:39 IST)

હવે એરપોર્ટ ઉપર ગીરના જંગલનો અને વનરાજ જોવા મળે અને તેની ડણકો સાંભળી શકાશે

ગુજરાતની વૈશ્વિક ઓળખ એટલે ગીરના એટિયાટીક લાયન. દુનિયાભરમાંથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાં મુસાફરોને ગીરમાં જઇને સિંહદર્શન કરવાની ઇચ્છા હોય છે પરંતુ દરેકની આ ઇચ્છા પૂરી થતી હોતી નથી. માટે જ એરપોર્ટ પર ઉતરતા મુસાફરોને એરપોર્ટ પર જ ગીરના જંગલનો અને વનરાજ જોવા મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટ પરના ૧૧ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં અદ્દલ ગીરના સૂકા જંગલોની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. જેમાં સિહ પરિવાર અને ચિંતા, બાઝ, કાળિયાર તથા ચિત્તલની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. સાથે સાથે એરાઇવલ લોંજમાં મૂકવામાં આવેલા ઇન્ટરએક્ટિવ મીડિયા ઈન્સ્ટુમેન્ટસની મદદથી મુસાફરોને સિંહની ડણક કે અન્ય પશુ પક્ષીઓના અવાજ પણ સાંભળવા મળી શકશે.
અમદાવાદ એરપોર્ટ પર રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના પરિમલ નથવાણીની મદદથી ‘ધી ગીર'ની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. એરપોર્ટ પરની પ્રતિકૃતિનું અનાવરણ પરિમલ નથવાણી, અમદાવાદના સાંસદ અને અમદાવાદ એરપોર્ટ સલાહકાર સમિતિના પરેશ રાવલે કર્યું હતું. આ પ્રતિકૃતિએ અમદાવાદમાં લેન્ડ થઇ રહેલા મુસાફરોમાં ખાસ્સું આકર્ષણ જમાવ્યું છે. સિંગાપોર એરપોર્ટ પર બટરફ્લાય પાર્કની પ્રતિકૃતિ મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર છે માટે અમદાવાદમાં આવી જ પ્રતિકૃતિ બનાવવાનો વિચાર આવ્યો હતો. ત્યારે જ વન્યજીવન પ્રેમી પરિમલભાઇ નથવાણીની મદદથી આ સાકર બન્યું હોવાનું એરપોર્ટ ઓથોરિટીના ડિરેક્ટર મનોજ ગંગલે જણાવ્યું હતું.
હાલ અમદાવાદ એરપોર્ટ દેશના અતિવ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક એરપોર્ટ છે સાથે સાથે જેઆરડી તાતા પણ ચાર્ટર્ડ ફ્લાઇટ લઇને અમદાવાદ આવ્યા હતા માટે તેનું ઐતિહાસિક મહત્વ પણ છે. માટે અમદાવાદ એરપોર્ટ પર એવિએશન મ્યૂઝિયમ બનાવવાની પણ વિચારણા ચાલી રહી હોવાનું સાંસદ અને એરપોર્ટ સલાહકાર સમિતિના અધ્યક્ષ પરેશ રાવલે જણાવ્યું હતું. જોકે હજુ આ મુદ્દો એકદમ પ્રાથમિક તબક્કા પર હોવાથી તેના અમલમાં ઘણો સમય લાગવાની પણ સંભાવના છે.