શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 ઑગસ્ટ 2018 (11:14 IST)

સુરતના દરિયામાં 6 ખલાસીઓ સાથે બોટની પાણીમાં જળ સમાધિ, એકનું મોત

વલસાડથી ફીશીંગ માટે નિકળેલી ફીશીંગ બોટ નીકળેલી ‘જમના’ નામની બોટ ઊંઘી સુરતથી નજીક દરિયામાં ખરાબ હવામાન અને ભારે ઉછળતા મોજાની લપેટમાં આવી જતા ઊંઘી વળી જતા છ લોકો ડુબી ગયા હતા. જોકે, મુંબઇ જવા નકીળેલા એસ્સારના જહાજના ચાલકે દરિયામાં ડુબી રહેલા યુવકોને જોતા તેમનો બચાવ કર્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર બુધવારના રોજ વલસાડ નજીકના કનીયડ અને નવસારીના છ માછીમારો દરિયો ખેડવા ગયા હતા.
જોકે, દરિયાઇમાં ખરાબ હવામાન ભારે પવન ફૂંકાતા બોટ ઊંઘી વળી ગઇ હતા. દરમિયાના માછીમારો જીવ બચાવવા દરિયામાં કુદી પડ્યા હતા અને બોટના લાકડાના સહારે તરી રહ્યાં હતા. દરમિયાન હજીરા સ્થિત એસ્સારનું જહાજ દરિયામાં મુંબઈ જવા નીકળ્યું હતું ત્યારે જહાજના ચાલકને ડુબતા યુવકો જોવા મળતા તેમને બચાવ કર્યો હતો. ઘટનામાં પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યાં છે જ્યારે એક દરિયામાં ગરકાવ થયો છે. દરિયામાં ગરકાવ યુવકની ઓળખ બાબુ પ્રભુભાઈ ખલાસી તરીકે થઇ છે હાલ કોસ્ટગાર્ડ યુવકની શોધખોળ કરી રહી છે.  બોટમાં વધુ પાણી ભરાઇ ગયું હોવાથી દરિયામાં તેણે જળસમાધી લીધી હતી.