બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 4 મે 2019 (16:29 IST)

OMG અમદાવાદમાં જાહેરમાં ગીત ગાવા પર કે મિમિક્રિ કરવા પર બૈન

હવે અમદાવાદીઓને થોડા દિવસ પોતાના ઈમોશન પર બ્રેક મારવો પડશે. કારણ કે પોલીસે અમદાવાદમાં ગીત ગાવા પર કે ચીસો પાડ્વા પર અને મિમિક્રી કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. શહેરની પોલીસને લાગે છ એકે સાર્વજનિક રૂપે આ વસ્તુઓથી બાકી લોકોની સુરક્ષાનુ ઉલ્લંઘન થશે અને રાજ્ય માટે સમસ્યાઓ ઉભી તહ્શે.  ઈંડિયન એક્સપ્રેસની એક રિપોર્ટ મુજબ પોલીસ કમિશ્નરે આ વસ્તુઓ પર સાત મે થી 21 મે સુધી માટે બૈન લગાવ્યો છે.  અસ્થાઈ પ્રતિબંધ હેઠળ બંદૂક, દંડા, ખંજર, વિસ્ફોટક, તલવારો અને રામપુરી ચાકુ રાખવુ પણ  તેમની ગતિવિધિઓમાં સામેલ છે. 
 
અમદાવાદના પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમા કોઇની નકલ કરવી, જાહેરમાં ગીત ગાવું કે પછી કોઇની મિમિક્રી કરવી કે જાહેરમાં ભાષણ કરવા જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદના પોલીસ કમિશ્નર દ્વારા 7મેં 2019થી 21મેં 2019 સુધી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
 
અમદાવાદ પોલીસ કમિશ્નર એકે સિંહે આ અધિસૂચના નિયમિત પ્રક્રિયા બતવી. જેના હેઠળ કોઈપણ પ્રકારનો વિરોધ પ્રદર્શન પર નિયંત્રણ કરવાનો અધિકાર હોય છે.  દા.ત. જો સાર્વજનિક સ્થળ પર ભીડ એકત્ર થાય અને કોઈ રાજનીતિક દળને ગાળો આપે તો આ આદેશ પ્રભાવમાં આવશે. જો આ નિયમોનો ભંગ કરવામાં આવશે તો કડક પગલા લેવામાં આવશે, આ સાથે કાર્યવાહી પણ કરવામાં આવશે. મહત્વનું છે કે ફોજદારી અધિનિયમ અને 1866ની કલમ 188 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુંજબ તે વ્યક્તિ કે જેણે આ જાહેરનામાંનો ભંગ કર્યો છે તે સજાને પાત્ર થશે. સાથે સાથે જાહેરનામું ભંગ કરનારા વ્યક્તિ પર દંડાત્મક પગલા પણ લેવામાં આવશે.