અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વારંવાર વેન્ટિલેટરના મળતા હોવાના સમાચાર જાણવા મળે છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓને લઈને જવાબ માંગ્યો છે. સિવિલ હોસ્પિટલમાં આજે પણ 77 જેટલા દર્દીઓ વેન્ટિલેટર માટે વેઇટિંગ લિસ્ટમાં છે. અમદાવાદના મોરૈયા ગામની એક મહિલાનું વેન્ટિલેટરના અભાવે મોતના સમાચાર બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ તંત્ર પાસે જવાબ માંગ્યો છે. ન્યુઝ 18ના રીપોર્ટ  પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં 146 જેટલા વેંટલીટરની વ્યવસ્થા છે. એક તરફ સિવિલ હોસ્પિટલ તંત્ર કહી રહ્યું છે કે સિવિલ હોસ્પિટલમાં પૂરતા વેન્ટિલેટરની વ્યવસ્થા છે પરંતુ સરકાર પાસે હજુ વધુ વેન્ટિલેટર માટે માંગ કરવામાં આવશે. દર્દીઓને વેન્ટિલેટર માટે ત્રણથી ચાર દિવસ સુધી રાહ જોવી પડે છે, તો બીજી બાજુ દર્દીઓના સગા પણ કહી રહ્યા છે કે જો સમયસર વેન્ટિલેટર છોડવામાં આવે તો જરૂરિયાતમંદ દર્દીને સમયસર વેન્ટિલેટર મળે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના નાયબ અધિક્ષક મૈત્રીય ગજ્જરનું કહેવું છે કે અત્યંત ક્રિટિકલ અને દર્દીના જીવ બચવાના જ્યાં કોઈ ચાન્સીસ નથી હોતો તેવા દર્દીઓના સગા પોતાના સ્વજનને બ્રેઈન ડેડ જાહેર નથી થવા દેતા પરિણામે વેન્ટિલેટરની અછત વર્તાય છે અને વેઇટિંગ લિસ્ટ લાંબુ થાય છે. સાથે સાથે અલગ અલગ ડિપાર્ટમેનેટમાં રાખવામાં આવેલા વેન્ટિલેટર બીજા ડિપાર્મેન્ટના દર્દી માટે વાપરી શકતા નથી. સ્વાઇનફલુ માટે આઇસોલેશન વોર્ડમાં 28 જેટલા વેન્ટિલેટર છે હાલ સ્વાઈનફ્લુના દર્દીઓની સંખ્યા નહિવત છે પરંતુ સ્વાઇનફલુ આઇસોલેશન વોર્ડમાં બીજા રોગના દર્દીઓને સારવાર આપી શકાય નહીં.
અમદાવાદ શહેરમાં એક તરફ અલગ અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 1500થી વધુ વેન્ટિલેટરની વ્યવસ્થા છે. દર્દીઓ જીવન મરણ વચ્ચે ક્યાંક ને ક્યાંક આશની મીટ માંડતા હોય છે. પરંતુ તમામ પ્રયત્ન છતાં દર્દીનો જીવ બચવાની કોઈ તક ના હોય ત્યારે દર્દીને બ્રેઈન ડેડ જાહેર કરવા માટે પ્રયત્ન થતો હોય છે પરંતુ બ્રેઈન ડેડ કમિટીને દર્દીઓના સગાને સમજવવામાં સફળતા મળતી નથી. એક વાસ્તવિકતા પ્રમાણે જો દર્દીને બચાવો અશક્ય હોય તેવામાં દર્દીના સગા પોતાના સ્વજનને બ્રેઈન ડેડ જાહેર કરી અંગદાન કરે તો શરીરના અંગો બીજા જરૂરિયાત મંદને મળે સાથે સાથે એક વેન્ટિલેટર પણ અન્ય જરૂરિયાતમંદને ફાળવી શકાય.