શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 જાન્યુઆરી 2022 (20:27 IST)

ગુજરાત કોરોના અપડેટ - કોરોનાના કેસમાં આજે મામુલી ઘટાડો

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસના હવે દસ હજારથી વધુ કેસ આવવા માંડ્યા છે. આજે કોરોનાના 10,019 કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. તો 2 દર્દીના મોત થયા છે. તો કોરોનાને માત આપીનો આજે કુલ 4831 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 55,798 પહોંચી ગઇ છે. હાલ ગુજરાતમાં કુલ 54 દર્દીઓ વેન્ટિલેટર પર છે, બાકીના તમામ સ્ટેબલ છે. આજે સુરત શહેર અને જિલ્લામાં 3,259 કેસ જ્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં 3,164 કેસ નોંધાયા છે. નવસારી અને વલસાડમાં 1-1 મળી કુલ 2ના મોત નોઁધાયા છે.
 
રાજ્યમાં અત્યાર સુધીમાં 9 લાખ 06 હજાર 913ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 144 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 40 હજાર 971 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 55 હજાર 798 એક્ટિવ કેસ છે, જેમાંથી 54 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 55 હજાર 774 દર્દીની હાલત સ્થિર છે.