Gujarat ST Mahakumbh 2025 - ગુજરાતના શ્રધ્ધાળુઓને માટે મહાકુંભમાં જવા ગુજરાત ટુરિઝમ-ગુજરાત વાહન વ્યવહાર વિભાગનો નિર્ણય.  
                                       
                  
                  				  હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે અને આ પૂર્ણ મહાકુંભ ૧૪૪ વર્ષમાં માત્ર એકવાર આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ એ.સી. વોલ્વો બસનું સંચાલન કરવા અનોખી પહેલ કરી છે, જે ગુજરાતવાસીઓ માટે રાજ્ય સરકારની આત્મીયતા અને સમર્પણ દર્શાવે છે.
 				  										
							
																							
									  
		 
		ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે માનનીય મુખ્યમંત્રી નો સકારાત્મક નિર્ણય !
 				  
		 
		ગુજરાતના શ્રધ્ધાળુઓને માટે મહાકુંભમાં જવા ગુજરાત ટુરિઝમ-ગુજરાત વાહન વ્યવહાર વિભાગનો નિર્ણય.
 				  																			
						
						 
							
 
							 
																																					
									  
		ગુજરાતથી દરરોજ એક એ.સી. વોલ્વો બસ પ્રયાગરાજ માટે ઉપડશે.
		 
		તા.૨૭ જાન્યુઆરીથી સેવાનો પ્રારંભ થશે.
 				  																		
											
									  
		 
		મહાકુંભમાં પાર્કિંગથી કુંભ સ્થાન સુધી ચાલવું પડશે.
		મહાકુંભમાં રહેવા ખાવા-પીવાની વ્યવસ્થા પેકેજમાં જ રહેશે. 
 				  																	
									  
		 
		8100 રૂપિયામાં ત્રણ રાત-ચાર દિવસનું પેકેજ, તમામ વ્યવસ્થા સરકાર કરશે. ધ્યાન રાખીને ટિકિટ બુકિંગ કરાવવી,