બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર. , ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (12:17 IST)

ગુજરાત - બોર્ડની સપ્લીમેંટરી ચેક કરવામાં ભૂલ કરનારા 6500 શિક્ષકોના નામ સાર્વજનિક કરશે સરકાર

ગુજરાત સરકાર બોર્ડ પરીક્ષામાં બેસેલા વિદ્યાર્થીઓની કોપિયો તપાસવામાં ભૂલ કરનારા 6500 શિક્ષકોના નામ સાર્વજનિક કરશે. આ શિક્ષકોના નામ સરકારે પોતાની માસિક પત્રિકામાં પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે. આ શિક્ષકોએ આ વર્ષે માર્ચ-એપ્રિલમાં થયેલ 10માં 12માંની પરીક્ષાની ઉત્તરવહી ચેક કરવામાં એકથી વધુ ભૂલો કરી. શિક્ષક પાસેથી દરેક ભૂલ પર 50થી 100 રૂપિયા સુધીનો દંડ પણ લેવામાં આવશે. 
 
ગુજરાત બોર્ડના અધ્યક્ષ એજે શાહે જણાવ્યુ. બોર્ડની કોપીયો ચેક કરવા માટે લગબહ્ગ 25000 શિક્ષકોને ડ્યુટી પર લગાવ્યા હતા. તેમાથી 6500 શિક્ષકોએ ઉત્તરવહેમાં નંબર જોડવા સંબંધી ભૂલો કરી છે. તેમના નામ બોર્ડની માસિક પત્રિકા માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.  આ પત્રિકાને રાજ્યના લગભગ 17 હજાર શળાઓમાં સર્કુલેટ કરવામાં આવે છે. 
 
 
2002માં બન્યો હતો નિયમ 
ઉલ્લેખનીય છેકે આ નિયમ 2002માં જ બની ગયો હતો પણ તેને લાગ્યુ નહોતો કરાયો.  શાહે જણાવ્યુ કે વર્તમાન સમયમાં ફક્ત દંડ જ વસૂલવામાં આવતો હતો. પણ આ વખતે દંડ સાથે આ શિક્ષકોના નામ પણ સાર્વજનિક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  બોર્ડનુ માનવુ છે કે આવુ કરવાથી શિક્ષકમાં સુધાર આવશે.