ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (11:24 IST)

મિલ્ખા સિંહને પાછળ છોડી મોટો રેકોર્ડ બનાવશે લાહિરી, અગાઉ પણ કરી ચુક્યા છે અનેક કારનામા

સ્ટાર ગોલ્ફર અનિબોર્ન લાહિરી પીજીએ ચેમ્પિયનશિપમાં 15મી મેજર ટૂર્નામેટ રમવા સાથે જીવ મિલ્ખા સિંહના અગાઉના ભારતીય રેકોર્ડને પાછળ છોડી દેશે. જે 14 મેજર રમી ચુક્યા છે. લાહિડીના યુવા સાથે શુભંકર શર્મા આ વર્ષે અત્યાર સુધી આકર્ષણનુ કેન્દ્ર રહ્યા છે અને તેઓ પણ આ હરીફાઈમાં ભાગ લેશે. 
 
આ સાથે જ શુભંકર એક વર્ષમાં બધા ચાર મેજર રમનારા સૌથી યુવા ભારતીય અને ત્રીજા ગોલ્ફર બની જશે. તેમણે આ પહેલા જીવ મિલ્ખા સિંહ (2007) અને લાહિરી (2015 અને 2016) માં આ કારનામુ કરી ચુક્યા છે. બીજી બાજુ બધાની નજરમાં ટાઈગર વુડ્સ પર લાગેલી હશે જે ગયા મહિને કાર્નોસ્ટીમાં ઓપન ચેમ્પિયનશિપમાં સંયુક્ત રૂપથી છઠ્ઠા સ્થાન પર રહ્યા હતા.