1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 8 ઑક્ટોબર 2018 (11:31 IST)

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના નિવેદનથી બળતામાં ઘી હોમાયું ઠાકોરો ભડક્યાં

સાબરકાંઠામાં ૧૪ માસની માસુમ બાળકી પર દુષ્કર્મ આચરાયા બાદ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. પરપ્રાંતીયો પર થતા હુમલાઓ થવાની ઘટનાઓ હજુ શમી નથી ત્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવુ નિવેદન કર્યુ છેકે, પરપ્રાંતીયો પર થતાં હુમલામાં ઠાકોર સેના અને તેના આગેવાનોની મૂખ્ય ભૂમિકા છે જેના કારણે બળતાંમાં ઘી ઉમેરાયુ છે. રાજકીય નિવેદન કરી જાણે નાયબ મુખ્યમંત્રીએ ઠાકોરોને ઉશ્કેર્યા છે. ગઇકાલે નિતીન પટેલે એવુ નિવેદન કર્યુંકે,ઠાકોર સેના એલાન આપે,કાર્યકરો આંદોલન કરે,અને પરપ્રાંતીયોને ધમકી આપે જેનો મતલબ સાફ છેકે, ઠાકોરસેનાના આગેવાનો સંડોવાયેલા છે અને સીધી ભૂમિકા છે. લોકોમાં ચર્ચા છેકે, પાટીદાર આંદોલનને યુ ટર્ન આપવા નાયબ મુખ્યમંત્રીને જ જાણે ઠાકોરેને ઉશ્કેરવામાં રસ જાગ્યો હતો જેના કારણે તેમણે આવુ નિવેદન કર્યુ હતું. સોશિયલ મિડિયામાં ય નિતીન પટેલના આ નિવેદન વાયરલ થયુ છે પરિણામે ઠાકોર યુવાઓ નાયબ મુખ્યમંત્રી પર ભડ્ક્યા છે. નોંધ લેવા જેવી વાત એ છેકે, આ નિવેદન બાદ આજે અમદાવાદ સહિત રાજ્યમાં પાંચ-છ સ્થળો તોડફોડની ઘટના બની છે