બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Last Updated : બુધવાર, 28 ઑગસ્ટ 2024 (09:39 IST)

Gujarat Weather Rain Update: ગુજરાતમાં વરસાદ બની રહ્યો છે આફત, પૂર જેવી સ્થિતિ , શાળાઓ બંધ, IMDનું ડરામણું એલર્ટ, જુઓ વીડિયો

rain gujarat
rain gujarat
 
ગુજરાત અને રાજસ્થાનમાં છેલ્લા 3 દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. IMD એ બુધવારે દિલ્હી-NCRમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર, બુધવારે પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને ઓડિશામાં ભારે વરસાદની સંભાવના છે. ગુજરાત રાજ્યભરના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં ગત ચાર દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે રાજ્યભરમાં પ્રચલિત રાજકોટનો સાતમ-આઠમનો મેળો પાણીમાં ગરકાવ થયો છે. એમ છતાં હજુ પણ સૌરાષ્ટ્ર ઉપરથી વરસાદી આફત સમી નથી. હવામાન વિભાગે આજે રાજ્યના 12 જિલ્લાઓ કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો અન્ય 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
 
- આણંદમાં 8 ઈંચ વરસાદના કારણે બોરસદ શહેરમાં પાણી ભરાયા છે અને શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ વિસ્તારના પાર્શ્વનાથ કોમ્પલેક્ષની દુકાનોમાં પાણી ઘુસી ગયા છે. આણંદ શહેરમાં અનેક સોસાયટીઓના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે.
 
- વલસાડના એનડીઆરએફના નિરીક્ષક રમેશ કુમારે જણાવ્યું હતું કે ઔરંગાબાદ નદીના પાણીને કારણે હનુમાનબાગડા અને વલસાડ વચ્ચેનો માર્ગ બંધ થઈ ગયો છે. આ દરમિયાન એક ગર્ભવતી મહિલાનો આબાદ બચાવ થયો હતો. મહિલાને મેડિકલ ઈમરજન્સી હતી. NDRF દ્વારા ખાદ્ય પદાર્થોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

  
છેલ્લા 2 દિવસથી ભારે વરસાદના પગલે રોજિંદા જીવન પર પણ વર્તાઇ છે. ત્યારે આ ટાણે રાજ્યના મોટા ભાગના જિલ્લા તંત્ર દ્વારા શાળાઓ-કોલેજોમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે. જેમાં અમદાવાદ, રાજકોટ, બોટાદ, આણંદ, ખેડા, મહિસાગર, કરછ અને મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળા તેમજ ગ્રાન્ટ ઈન એઈડ અને ખાનગી શાળાઓ તથા કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. જોકે અનેક શાળાઓમાં જન્માષ્ટમી તહેવાર નિમિતે બુધવાર સુધી રજા હતી. ત્યારે ભારે વરસાદના કારણે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સલામતીને લઇ નિર્ણય લેવામાં આવ્યો હતો.

- છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં 4 ઈંચથી લઈ 18 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે અને હજી પણ વરસાદ યથાવત હોય લોકો અને તંત્રની ચિંતા વધી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. જામનગર નજીક વસઈ ગામ પાસે પૂરમાં બે લોકો સહિત કાર ફસાતા જામનગર પોલીસ અને સ્થાનિકોએ બે લોકોને ક્રેન, દોરડા અને ટ્યુબની મદદથી રેસ્ક્યૂ કર્યા હતા. ગોંડલના વાસાવડીથી ખીલોરી જવાના માર્ગ પર બેઠા પુલ પરથી કાર તણાતા કારમાં સવાર ત્રણ લોકો લાપતા થયા છે જેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.