શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 5 જૂન 2022 (13:59 IST)

ગુજરાત: મહિલા પ્રસૂતિની પીડા સાથે પગે ચાલી

અણદાપુર ગામે મોડી રાત્રે મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી. તો ગ્રામજનોએ 108 એમ્બ્યુલન્સ કોલ કર્યો હતો. પરંતુ રસ્તો બરાબર ના હોવાથી એમ્બ્યુલન્સ ગામથી દોઢ કિલોમીટર દૂર જ ઊભી રહી ગઈ. 
 
પ્રસૂતિની પીડા વચ્ચે મહિલા રાતના અંધારામાં દોઢ કિલોમીટર ચાલીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચી હતી. ગ્રામ લોકોના સહકારથી દર્દમાં કણસતી મહિલાને આખરે હોસ્પિટલ સુધી પહોચાડાઈ હતી.
 
એક સગર્ભા મહિલા દુખાવો હોવા છતાં ચાલી રહી છે અને તેની સાથે બે બહેનો પણ છે. આ ઘટના  અણદાપૂર ગામની છે, જ્યાં રસ્તામાં અભાવે સગર્ભા મહિલા દુખાવા સાથે દોઢ કિલોમીટર ચાલી એમ્બ્યુલન્સ સુધી પહોંચી હતી.