સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 નવેમ્બર 2020 (10:08 IST)

અમેરિકા ચૂંટણીમાં ગુજરાતીઓનો ડંકો વાગ્યો, મૂળ અમી બેરા બીજીવાર બન્યા સાંસદ

તાજેતરમાં યોજાયેલી અમેરિકાની ચૂંટણીમાં ગુજરાતીઓ સહિત મૂળ ભારતીયોનો દબદબો જોવા મળ્યો છે. રિપબ્લિકન અને ડેમોક્રેટ બંને પક્ષોએ અમેરિકામાં વસવાટ કરતાં ભારતીય મતદારોના મતને પોતાની તરફ ખેંચવા માટે અનેક ભારતીયોને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાંથી અનેક ભારતીય ઉમેદવારોએ જીત પ્રાપ્ત કરી પોતાની ક્ષમતા દર્શાવી છે. આવા જ એક મૂળ ગુજરાતના  ધોરાજી તાલુકાના વડોદર ગામના વતની અને છેલ્લા 65 વર્ષથી અમેરિકા રહેતા એમી બાબુભાઈ બેરા કેલિફોર્નિયામાં બજ પેટરસનને હરાવી સાંસદ તરીકે યુએસએ સેનેટમાં બીજી વખત ચૂંટાયા છે.
 
એમી બેરાના નજીક સંબંધીઓએ જણાવ્યું હતું બાબુભાઈ 65 વર્ષ પહેલાં અમેરિકા ગયા હતા. તેઓ ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. એમી બેરાનો જન્મ અમેરિકામાં જ થયો હતો. હાલ વાડોદર ગામમાં 35 વીઘા ખેતીની જમીન પણ ઘરાવે છે અને 3 ઓરડાનું મકાન પણ છે. કૌટુંબિક કે ગામના સારા પ્રસંગોમાં હાજરી આપે છે. 
 
વાડોદર ગામમાં આવેલ કડવા પાટીદાર સમાજની વાડીમાં તેમનું આર્થિક યોગદાન પણ મોટું છે. નાના સરખા ગામમાંથી નીકળી અમેરિકામાં સતત બે વાર સાંસદ તરીકે ચૂંટાઈ તે ગૌરવપૂર્ણ બાબત છે. સાતમા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયાથી ડેમોક્રેટ ઉમેદવાર 55 વર્ષીય એમી બેરાએ બજ પેટરસનને હરાવી અમેરિકન સંસદમાં સંસદસભ્ય તરીકે ચૂંટાતા વાડોદર સહિત ગુજરાત સહિત દેશના લોકો દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.