રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 7 નવેમ્બર 2020 (17:01 IST)

દિવાળી પહેલાં ગુજરાતમાં ભૂકંપના આંચકા, ભુકંપની તીવ્રતા 4.3 રિક્ટર સ્કેલ નોંધાઇ

ગુજરાતની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નાના મોટા ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ અને વલસાડ સહિત આસપાસનાવિસ્તારમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા. ભરૂચમાં 4.3ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. 3થી 4 સેકન્ડ સુધી ભૂકંપનો આંચકો મહેસૂસ થયો હતો. 
 
દક્ષિણ ગુજરાતમાં આવેલા ભૂકંપના આંચકા બપોરે 3.40 વાગ્યાની આસપાસ અનુભવાયા હતા. ભુકંપની તીવ્રતા 4.3 રિક્ટર સ્કેલની હોવાનું જાણવા મળ્યું છે.દક્ષિણ ગુજરાતમાં આવેલા આ ભુકંપ ને લઈ લોકો માં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભરૂચ નજીક આવેલા વાલિયા તાલુકાના ધારોલીમાં ભૂકંપનું એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે. 
 
ભૂકંપની તીવ્રતાં 4.4 મેગ્નિટ્યુડ હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચથી ભૂકંપનું કેન્દ્ર બિંદુ 36 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. ભરૂચ આસપાસના વિસ્તારના લોકોએ 3 સેકન્ડ જેટલો ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હોવાની વિગતો જાણવા મળી છે.
 
ભૂકંપના પગલે સ્થાનિકો ખાસ કરીને બહુમાળીબિલ્ડિંગ અનેફ્લેટમાં રહેતા લોકો નીચે દોડી આવ્યા હતા. જો કે હજી સુધી ભૂકંપના કારણે કોઇ પણ વ્યક્તિનાં જાન માલના નુકસાન અંગેની કોઇ માહિતી નથી. આ અંગે સિસ્મોલોજી વિભાગ દ્વારા અધિકારીક રીતે વાતનો સ્વિકાર કર્યો હતો. 04.3ની તિવ્રતાનો ધરતી કંજ 03.40 મિનિટે અનુભવાયો હતો. જે ભરૂચની આસપાસનાં 36 કિલોમીટર વિસ્તારમાં અનુભવાયો હતો. 
 
અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરતના ઉમરવાડા વિસ્તારમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપનુ કેન્દ્ર બિંદ મોટા માલપોર ગામે હોવાનું સામે આવ્યું હતું. નેત્રંગ તાલુકાના મોટા માલપુર ગામે ભૂકંપનુ કેન્દ્રબિંદુ હતું. 
 
તો બીજી તરફ આણંદમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. જીલ્લા કલેક્ટર દ્વારા 8 તાલુકાઓ પાસેથી આ અંગેના અહેવાલો મંગાવવામાં આવ્યા હતા. બીજી તરફ વડોદરામાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હોવાનું સ્થાનિકો કરી રહ્યા છે. જો કે તેની તિવ્રતા ખુબ જ ઓછી હોવાનું સામે આવી રહ્યું છે. પરંતુ કલેક્ટર કે અન્ય કોઇ અધિકારીક રીતે તેની પૃષ્ટી થઇ નથી. આ ઉપરાંત પંચમહાલમાં પણ ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હતા. આ ઉપરાંત પંચમહાલમાં પણ ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હોવાનું સામે આવ્યું છે.