શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (17:11 IST)

મા બાપનો આશરો ગુમાવેલા કિશોરે કુરાસની સ્પર્ધામાં સફળતા મેળવી

બાળપણમાં માતાપિતા ગુમાવી દઈ અનાથ બનેલા કિશોરે વિદ્યાધામ વલ્લભવિદ્યાનગરમાં ચાઈલ્ડ હોમમાં રહીને કુરાસની સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ સૂવર્ણ ચંદ્રક તેમજ રાષ્ટ્રકક્ષાએ ટીમ કક્ષાએ સિલ્વર મેડલ મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. માત્ર ૧૧ વર્ષની વયે માતાપિતા ગુમાવનાર હર્ષ શર્મા વિદ્યાનગરના ચાઈલ્ડ હોમમાં રહીને બાકરોલની એસ.ડી.પટેલ હાઈસ્કુલમાં અભ્યાસ કરવા લાગ્યો. શાળાના વ્યાયામ શિક્ષક નિતિન પટેલે હર્ષમાં રહેલી શક્તિને ઓળખીને તેને કુસ્તી, જુડો, કુરાસ જેવી રમતોમાં સખત મહેનત કરી તાલીમ મેળવી તાજેતરમાં રાજ્યકક્ષાની કુરાશ રમતમાં અમદાવાદ ખાતે અંડર ૧૭માં ભાગ લઈ ઉત્કૃષ્ઠ દેખાવ કરી પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડમેડલ મેળવ્યો હતો. ત્યારબાદ સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા દ્વારા દિલ્હી ખાતે યોજાયેલ ૬૨મી નેશનલ સ્કુલ ગેમ્સ ૨૦૧૬-૧૭ અંડર ૧૭માં ભાગ લઈ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સીલ્વર મેડલ મેળવી આણંદ જિલ્લા તથા ચિલ્ડ્રન હોમનું નામ રોશન કર્યુ છે. હર્ષે ગત વર્ષે કુસ્તી સ્પર્ધામાં ભાગ લઈને રાજ્યકક્ષાએ સૂવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. તેમજ જુડો,રસ્સા ખેંચ,કુસ્તી જેવી અનેક સ્પર્ધાઓમાં તેણે ભાગ લઈને સફળતા મેળવી અનેક પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા છે. તેની પાસેના પ્રમાણપત્રોની ફાઈલ ભરચક થઈ છે. હર્ષ સફળતા માટે દરરોજ અભ્યાસની સાથે દોઢથી બે કલાક કસરત પણ કરે છે અને કુરાસની રમતમાં પ્રથમવાર જ ભાગ લીધો હોવા છતા તેણે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી અન્ય બાળકોને પ્રેરણા પુરી પાડી છે. હર્ષ શર્માએ આ અંગે જણાવ્યું હતું કે તેને બાળપણથી જ વિવિધ રમતોમાં રસ છે અને તેને ચાઈલ્ડ હોમમાં અધિકારીઓ તેમજ શાળાના કોચ અને શિક્ષકો દ્વારા સતત પ્રોત્સાહિત કરવામાં આવે છે અને બચપન સંસ્થા દ્વારા પણ તેને મદદ કરવામાં આવે છે.જેથી તે આ સફળતા પ્રાપ્ત કરી શક્યો છે તેણે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી દેશની સેવા કરવા માટે સેનામાં જોડાવાનું પોતાનું સ્વપ્ન હોવાનું જણાવ્યું હતું