સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

ક્યાં સુધી સુરક્ષિત ગુજરાતના બણગાં ફૂંકશો? સુરતમાં માસૂમ પર દુષ્કર્મ આચરી હવસખોરો ફરાર

સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં ફરી એકવાર માસૂમ બાળકી સાથે દુષ્કર્મ થયાની ઘટના સામે આવી છે. પિતા સાથે રામ લીલા જોવા ગયેલી બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ કરી ઘર નજીક છોડી દેવામાં આવી હતી. જોકે બાળકીના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળતાં પરિવાર બાળકી સાથે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા દોડી ગયું હતું. બાદમાં પોલીસ બાળકીને સારવાર અને તબીબી પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલ લાવી હતી. સુરતમાં મજુરી કરતો પરિવાર ચાર વર્ષની બાળકીને લઈને રામ લીલા જોવા ગયા હતા, ત્યાં કોઈ હવસખોરો દ્વારા આ ચાર વર્ષની બાળકીનું અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું છે. પિતા, અને પરિવાર દ્વારા આખી રાત આ બાળકીની શોધખોળ પણ કરવામાં આવી હતી, પરંતુ બાળકી મળી નહી. વહેલી સવારે બાળકીને હવસખોર દુષ્કર્મ આચર્યા બાદ બાળકીના ઘર નજીક છોડીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. બાળકી અચાનક પ્રાઇવેટ પાર્ટ પાસે લોહી લુહાણ હાલતમાં પોતાના ઘરે પહોંચતા પરિવાર ચોકી ઉઠ્યો હતો, અને બાળકીને લઈને તાતકાલિક પોલીસ મથકે દોડી જઈને આ મામલે ફરિયાદ કરી હતી. બીજી બાજુ ફરિયાદના આધારે પોલીસ દ્વારા આ બાળકીને સારવાર અને મેડિકલ પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધારો જોવા મળી રહ્યો છે. નવેમ્બર માસમાં જ પોલીસ ચોપડે નવ ગુના નોંધાયા હતાં. જેમાં બે દુષ્કર્મની ઘટનામાં બાળકીઓને પીંખી નાખવામાં આવી હતી. સલાબતપુરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 11 વર્ષિય બાળકી સાથે તેના સાવકા પિતાએ બળાત્કાર ગુજાર્યો હતો, જ્યારે લાલગેટના ભરીમાતા વિસ્તારમાં ગુરૂવારે સવારે 18 વર્ષના તરૂણે 8 વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આસપાસના લોકોએ તેને પકડી લીધો હતો. બાળકી ઘર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તરૂણે બાળકીને ઇંડા લેવા જવાનું કહીને ઘરમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.