શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 13 ડિસેમ્બર 2019 (16:38 IST)

ડિજિટલ ગુજરાત: સાયન્સ ઍન્ડ ટૅકનોલૉજીનું - ૧૧૦ કરોડનું ભંડોળ વણવપરાયેલું પડી રહ્યું!

ડિજિટલ ઇન્ડિયા અને વિજ્ઞાનથકી વિકાસના મંત્રની ભરમાર વચ્ચે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગે પ્રાપ્ત થયેલી ૧૧૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ જ કર્યો નથી તેવું કેગના રિપોર્ટમાં ખૂલ્યું હતું. અમદાવાદની સાયન્સ સિટીમાં જ ૪૧ કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટ વણવપરાયેલી પડી રહી છે, જ્યારે ભૂકંપના ક્ષેત્રમાં સંશોધન કરતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ સંસ્થાએ પણ આવી ૫૪.૭૫ કરોડ રૂપિયાની રકમ વાપરી જ નથી.

આઈટી ક્ષેત્રે સંશોધન કરતી ગુજરાત ઇન્ફોમેર્ટિક્સ લિમિટેડ સંસ્થાએ પણ ફાળવાયેલી રકમથી ૮૧ કરોડ રૂપિયા ઓછા વાપર્યા હોવાનું કેગના ધ્યાને આવ્યું હતું. જે રકમો વણવપરાયેલી પડી હોય તેને જે-તે સંસ્થાએ પોતાના વિભાગ થકી નાણાં વિભાગને પરત કરવાની રહે છે, પણ તેમ ન થતાં જે તે સંસ્થાઓએ પોતાના ભવિષ્યના આયોજન માટે આ રકમ પોતાની પાસે જ રહેવા દીધી છે જે ખરેખર નિયમોનો પણ ભંગ બને છે. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (જેડા)ની જાન્યુઆરી ૨૦૧૯ની વાર્ષિક સ્થિતિએ વાર્ષિક પ્રમાણપત્ર ફીની વસૂલાત કરવાની યોગ્ય દેખરેખ પદ્ધતિના અભાવે વિન્ડફાર્મ માલિકો પાસેથી ૫.૬૨ કરોડની વસૂલાત કરાઈ જ નથી. આ માટે જરૂરી માસિક પ્રમાણપત્ર મેળવવા માટે વિન્ડફાર્મના વિકાસકર્તાએ મેગાવોટ દીઠ વાર્ષિક ૧૦ હજાર સરકારને ચૂકવવાના રહે છે.