1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 13 ડિસેમ્બર 2019 (11:51 IST)

રિટેઇલ ફુગાવો 3 વર્ષની ટોચે

ખાદ્ય વસ્તુઓના ઊંચા ભાવના કારણે નવેમ્બરમાં રિટેઇલ ફુગાવો વધીને 5.54% પર પહોંચી ગયો છે. 
ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે આ આંકડો ત્રણ વર્ષની સર્વોચ્ચ ઊંચી સપાટી દર્શાવે છે.
 
ઑક્ટોબર 2019માં રિટેઇલ ફુગાવો 4.62% પર હતો, જ્યારે નવેમ્બર 2018માં તે માત્ર 2.33 ટકા જ હતો.
આ વૃદ્ધિનું કારણ ખાદ્ય પદાર્થોની ચીજોના ભાવમાં થતો સતત વધારો છે.
 
આંકડા પ્રમાણે ખાવા-પીવાની ચીજોમાં મોંઘવારી દર નવેમ્બરમાં 10.1% રહ્યો છે, જે ઑક્ટોબરમાં 7.89 ટકા હતો. નવેમ્બર 2019માં શાકભાજીના ભાવમાં સૌથી વધારે 35.99%ની વૃદ્ધિ થઈ છે.
 
ઑક્ટોબરમાં આ આંકડો 26.10% હતો.