બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 26 માર્ચ 2021 (18:32 IST)

તમે કોઈના પર કલર નહિ ફેકી શકો,માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં હોળી મનાવવા પર ગુનો દાખલ થશે

રાજ્યમાં કોરોનાના સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં હોળી- ધુળેટી ઉજવવા પર સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. પોલીસ કમિશનરે શહેરમાં ધુળેટીનીઊજવણી અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુંછે. આ જાહેનામાં મુજબ જાહેરમાં આવતા જતા રાહદારીઓ કે વાહનો કે મિલકતો પર રંગ ઉડાડી નહીં શકાય ન તો કાદવ કિડ કે રંગ મિશ્રિત પાણી અથવા અન્ય પદાર્થો ફેંકી નહીં શકાય.  ધુળેટીની રજાના દિવસે જાહેર ઉજવણી અને સામૂહિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે. ડીસીપી ડો. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે શહેરમાં 200થી વધુ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યા છે ત્યારે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ હોળી કે ધુળેટીનો તહેવાર નહિ ઉજવી શકાય જો કોઈ તહેવાર ઉજવશે તો ગુનો નોંધવામાં આવશે.
આ જાહેરનામાં અંતર્ગત હોળી પ્રગટાવવાની છૂટ આપવામાં આવી છે પરંતુ તેની પ્રદક્ષિણ કરવાની સાથે હોળી દહનના કાર્યક્રમમાં ભીડ એકત્રિત ન થાય અને કોરોનાની ગાઇડલાઇનનો ભંગ ન થાય  તેની તકેદારી રાખવા માટે પોલીસે જણાવ્યું છે. રાતે નવ વાગ્યા પહેલા જ રાત્રી કરફ્યુ હોવાથી હોળી દહનનો કાર્યક્રમ પૂરો કરી દેવાનો રહેશે. જાહેરનામું તારીખ 28મીથી અમલમાં આવશે અને તારીખ 29મી માર્ચને રાત્રે 00.00 કલાક સુધી એટલે કે રાત્રે 12.00 વાગ્યા સુધી અમરલમાં રહેશે.હોળી અને ઘુળેટી દરમિયાન શહેરના માર્ગો પર પોલીસનું સઘન પેટ્રોલિંગ રહેશે. પોલીસ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરશે.