શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 25 માર્ચ 2021 (09:18 IST)

ગાંધીનગરમાં પ્રથમવાર ભવ્ય વૈદિક હોળીનું આયોજન, ફેલાશે પ્રેરણાત્મક સંદેશ

સેક્ટર-7 ગાંધીનગર શહેરનું હાર્દ  છે.ગાંધીનગર શહેર ના તદ્દન મધ્યમાં આવેલ સેક્ટર-7 ના શિવશક્તિ મંદિર ના પટાંગણમાં આ વર્ષે આગામી તા- 28/03/21 રવિવારના રોજ ગાંધીનગર જિલ્લામાં પ્રથમવાર વૈદિક પદ્ધતિ પ્રમાણે ભવ્ય રીતે હોળી પર્વ  ઊજવવામાં આવશે. આ વૈદિક હોળીમાં 3000 kg. (3 ટન) ગાયના છાણાં માંથી બનેલ સ્ટિક (કાષ્ટ) તેમજ ગાયના ઘી તથા કપૂર દ્વારા આ અદભૂત હોળી પર્વ ઉજવવામાં આવશે.
 
પ્રતિ વર્ષ હોળી પર્વ માટે શિવશક્તિ મંદિર,સેક્ટર-7 ખાતે સવાસો મણ (2500 kg) વૃક્ષોના કાષ્ટ ની જરૂર પડે છે.આટલાં મોટા પ્રમાણમાં વૃક્ષોના કાષ્ટની જગ્યાએ ગૌવંશ ના છાણ માંથી નિર્મિત સ્ટિક (કાષ્ટ)ની હોળી કરવાથી વૃક્ષો પણ બચશે જે પર્યાવરણ માટે ફાયદાકારક છે. 
 
વૃક્ષના કાષ્ટ (લાકડાં) જ્યારે સળગે ત્યારે તેમાંથી કાર્બન ડાયોક્સાઈડ વાયુ ઉતપન્ન થાય પરંતુ ગૌવંશ ના છાણાં માંથી બનેલ સ્ટિક (કાષ્ટ)ના દહનથી ઓક્સિજન ઉતપન્ન થાય છે જેના કારણે પ્રાણ વાયુ (ઓક્સિજન) બચશે, વૃક્ષો બચશે, ગૌવંશની રક્ષા થશે તથા વૈદિક હોળી (યજ્ઞ) થકી પર્યાવરણ ને ફાયદો થશે.
 
સ્વાસ્થ્ય પ્રદ જીવન પ્રણાલી માટે હજારો વર્ષો પહેલા ઋષિ-મુનિઓ દ્વારા વૈદિક હોળી ની પરંપરા શરૂ થઈ હતી. જયારે પણ ઋતુ બદલાય ત્યારે બેકટેરિયા-વાયરસ હાવી થતા હોય છે. પાનખર ઋતુ બાદ વસંત ઋતુ ની શરૂઆત માં હોળી પર્વ ઉજવવામાં આવતો હોય છે.આ સમય દરમ્યાન હોળીકા દહન દ્વારા ઉર્જા મેળવી સામાન્ય જનસમુદાય સ્વાસ્થ્ય પ્રદ જીવન જીવી શકે તે માટે હોળી પર્વ ઉજવવાની ઋષિઓની પરંપરાને આગળ ધપાવવા માટે શિવશક્તિ મંદિર,સેક્ટર-7 ખાતે 3000 kg ગાયના છાણાં માંથી નિર્મિત સ્ટિક વડે હોળી પર્વ ઉજાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. 
 
ગોપી ગૌ ગુરુકુળ,કાલાવડ સ્થિત ગૌશાળા માંથી ઉપરોક્ત સ્ટિક (કાષ્ટ) આવવાના છે.હોલિકા દહન માટે ઉપયોગમાં લેવાતા વૃક્ષોના કાષ્ટ કરતા છાણાંમાંથી નિર્માણ થતા કાષ્ટ ખૂબ જ મોંઘાં હોય છે પરંતુ આ તમામ ખર્ચ GMCના ડેપ્યુટી મેયર અને  વોર્ડ ન. -10 ના કોર્પોરેટર નાજાભાઈ  ઘાંઘર દ્વારા ઉપાડમાં આવ્યો છે. તથા આ વૈદિક હોળી માટે ગાયનું ઘી અને કપૂર પણ ઉપલબ્ધ કરાવાયેલ છે. આ વૈદિક હોળી  ગાંધીનગર શહેર અને જિલ્લા માટે એક આદર્શ પ્રેરણાત્મક સંદેશ ફેલાવશે તથા આ કોરોનાકાળમાં આદર્શ હોળીનું સ્થાન પ્રાપ્ત કરશે.