સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 માર્ચ 2019 (12:27 IST)

ગાંધી પરિવાર માટે ખાસ ગુજરાતી મેન્યૂ તૈયાર કરાયું

ગુજરાતમાં આજે ગાંધી પરિવાર પહેલીવાર એકસાથે આવ્યો છે. કૉંગ્રેસે 58 વર્ષ બાદ ગુજરાતમાં CWCની બેઠક યોજી છે. આ બેઠકમાં ભાગ લેવા માટે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, મનમોહનસિંહ વગેરે અમદાવાદ આવ્યા છે. આ દરમિયાન ગાંધી પરિવાર અને કૉંગ્રેસની વર્કિંગ સમિતિ માટે ભોજનની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કૉંગ્રેસ વર્કિંગ સમિતિ અને ગાંધી પરિવાર માટે ઉંધીયું, જલેબી, કચોરી, દાળ-ભાત, ફુલકા રોટી, બટાટાનું શાક, ઢોકળા, બાજરીનાં રોટલા, અથાણું અને ચટણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે રાહુલ ગાંધી અમદાવાદ ખાતે જાહેરસભા પણ સંબોધશે.