મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 મે 2018 (13:01 IST)

હાસ્ય લેખક વિનોદ ભટ્ટનું અવસાન

તારક મહેતા બાદ ગુજરાતમાં જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટ હવે વાચકોની વચ્ચે નથી રહ્યાં. આજે તેમના નિવાસસ્થાને તેમણે જીવનનો અંતિમ શ્વાસ લીધો હતો. તેમનો જન્મ 14 જાન્યુઆરી 1938ના રોજ રાજ્યના નાંદોલ ખાતે થયો હતો. તેમણે 1955માં એસ.એસ.સી. ઉત્તીર્ણ કર્યું હતું અને 1961માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. પછીથી તેઓ એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર રહ્યા હતા. 1996 થી 1997 દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમણે ગુજરાતી ભાષામાં અનેરૂ પ્રદાન આપ્યું છે અનેક હાસ્યલેખો લખીને તેમણે વાચકોને ખુશ રાખ્યાં છે. અખબારોમાં તેમની ઈદમ તૃતિયમ નામે કોલમ ચાલતી હતી. તેમને સાહિત્યમાં  કુમાર ચંદ્રક,રણજિતરામ સુવર્ણચંદ્રક, રમણભાઇ નીલકંઠ પુરસ્કાર, જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મળ્યાં હતાં.