શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 15 ફેબ્રુઆરી 2021 (11:30 IST)

મુખ્યમંત્રી રૂપાણીની મંચ પર બેહોશ થઈને પડી ગયા, PM મોદીએ ફોન પર પુછ્યા હાલ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારે વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આગામી નાગરિક ચૂંટણીઓની સભાને સંબોધન કરતી વખતે સ્ટેજ પર બેહોશ થયા હતા, ત્યારબાદ તેમને તાત્કાલિક અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડોદરામાં નિઝામપુરામાં રાતે 8.10 કલાકે શહેરની ત્રીજી સભાને સંબોધવાની શરૂઆત કરી હતી. સંબોધન કરતા તેમની તબિયત લથડી હતી.  વિકાસની પ્રાથમિક શરત એ લોક નવી નવી નવી નવી.. એવ કહેતા એકાએક ચક્કર ખાઈને પડી ગયા હતા.  જોકે તેમના સિક્યોરિટી ગાર્ડે પરિસ્થિતિને સમજતા તરત જ તેમને પકડી લીધા. 
 
ભાજપના નેતાઓએ આ માહિતી આપી હતી. રૂપાણી (64) ને સ્ટેજ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બાદમાં તેઓ પોતે સ્ટેજની સીડી પરથી નીચે ઉતરતા જોવા મળ્યા. ત્યારબાદ મુખ્યમંત્રીને હેલિકોપ્ટરથી વડોદરાથી અમદાવાદ લવાયા હતા અને યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. 

 
ડોક્ટર ડાંગરે જણાવ્યુ કે રૂપાણીજીની તબિયત છેલ્લા બે દિવસથી ઠીક નહોતી. પણ શનિવારે જામનગરમાં અને રવિવારે વડોદરામાં આયોજીત પોતાની જનસભાઓને રદ્દ કરવાને બદલે તેમને જનસભા કરવાનો નિર્ણય લીધો. 
 
જો કે કેટલીક રિપોર્ટ્સમાં તેમની તબિયત એકદમ ઠીક બતાવી છે. બીજી બાજુ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ જયારે આ વિશે ખબર પડી તો સીએમને ફોન કરી તેમની તબિયત વિશે જાણ્યુ અને તેમને આરામ કરવાની સલાહ આપી. મુખ્યમંત્રીને વધુ સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે પીએમ મોદીએ તેમની સાથે ફોન પર વાતચીત કરી હતી 
 
સતત ચૂંટણી પ્રચારને કારણે તબિયત બગડી - પાટિલ 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરામાં સભા સંબોધન દરમિયાન ઢળી પડ્યા હતા. પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટિલે આ અંગે જણાવ્યુ કે તેમની તબિયત બે દિવસથી જ થોડી નરમ હતી. ચૂંટણીના પ્રચારમાં સતત વ્યસ્ત રહેવાને કારણે થાક અને તણાવ અનુભવી રહ્યા હતા. તેથી તેમનુ બીપી લો થવાની શક્યતા છે.