શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

પ્રેમ, પ્રેમી અને પિકનિક, કેવી મજા પડે !!!

વસંતની ઋતુ હોય, ચારેબાજુ ફૂલોની મીઠી સુવાસ હોય અને કુદરત પણ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવામાં તમે તમારા પ્રેમનો એકરાર કરીને તમારા પ્રેમને વધારે ગાઢ બનાવી શકો છો. હા મિત્રો વેલેંટાઈનનો દિવસ એવા સમયે આવે છે જ્યારે પૃથ્વી પર કુદરતે પોતાની પીંછી વડે અવનવા રંગો પાથરી દિધા હોય છે. તો આ ઋતુ અને આ વાતાવરણમાં તમે પણ તમારા પ્રેમનો એકરાર કરીને આ દિવસને અને આ પળને યાદગાર બનાવી શકો છો. તેના માટે તમે ખાસ પિકનીકની પણ વ્યવસ્થા કરી શકો છો. 

આહલાદક વાતાવરણમાં બધી જ ચિંતાઓને બાજુમાં મુકીને સાથે પાંચથી છ કલાક ગાળવાનો નિર્ણય લો. પિકનીકના વિચારમાત્રથી જ તમારૂ મન તે કલ્પનાઓની અંદર રાચવા લાગશે. તેનાથી મળનારી ખુશીથી તમારૂ મન પ્રસન્ન થઈ જશે. દરેક વ્યક્તિને આવનારી ખુશીના પળમાં જીવવાનું સારૂ લાગે છે. તેને માટે તમે કોઈ પણ સુંદર એવા સ્થળની પસંદગી કરી શકો છો. જ્યાં પર્વત, બાગ-બગીચો, ઝરણું, સુંદર ફૂલો વગેરે કંઈક હોય. જો તમે તેવી કોઈ જગ્યાને જાણતાં હોય તો વધારે સારૂ. આવી જગ્યાએ જઈને આરામથી તમે પાંચથી છ કલાક સાથે ગાળી શકો છો.

  N.D
ખુશીનો અનુભવ તે આપણી નજરની સાથે જોડાયેલ હોય છે તેથી કોઈ પણ સ્થળ જો તમને ઓછુ પસંદ આવે તો પોતાના મનની અંદર એવી ધારણા ન બાંધી લેશો કે અહીં તમારી ધારણામુજબનું કંઈ જ નથી. પરંતુ ગમે તેવા વાતાવરણને ખુશ બનાવવું તે આપણા હાથમાં છે. એક બીજા પર આરોપ પ્રત્યારોપ કર્યા કરતાં પ્રેમપુર્વક સમય પસાર કરો.

આવામાં જો તમારો સાથી મજાકીયા સ્વભાવનો હશે તો વાતાવરણને વધારે રોમેંટિક બનાવી દેશે. સારો મુડ બનાવવા માટેનો સૌથી સરળ રસ્તો છે કે કોઈ શેર-ઓ-શાયરી કરે, કોઈની પ્રશંસા કરતાં ગીતો ગાય કે જોક કહે. જો આવામાં સંગીતની વ્યવસ્થા કરવામાં આવે તો બધી જ ચિંતાઓ બાજુમાં થઈ જશે. એક વખત વાતાવરણને હળવુ અને જીવંત બનાવી દેવામાં આવે તો પ્રેમની ભાવના બધી જ મુશ્કેલીઓને જાદુની જેમ છુમંતર કરી દેશે. આવી પિકનિક દરમિયાન બધાનો સક્રિય ફાળો હોવો જોઈએ.