ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 21 ઑગસ્ટ 2021 (12:10 IST)

સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના ભાઈએ વિધવા મહિલા સાથે દુષ્કર્મ કર્યું, ભાજપનો આપના કાર્યાલય પર હલ્લાબોલ

સુરત શહેરના કાપોદ્રા વોર્ડ નંબર-4ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાના ભાઈ મેહુલે ડિવોર્સી મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. જેમાં મેહુલની ધરપકડ પણ થઈ ચૂકી છે. દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આજે હીરાબાગ સર્કલ ખાતેથી પગપાળા ચાલીને હીરાબાગ વિસ્તારમાં આવેલી પૂર્વી સોસાયટી ખાતે આમ આદમી પાર્ટીની કાર્યાલયની બહાર હોબાળો મચાવ્યો હતો. આ સાથે પીડિત મહિલાને ન્યાય અપાવવા માગ કરી હતી. મહિલા પોતે ડ્રાઈવિંગ શીખવા જતી હતી તે દરમિયાન મેહુલની નજર તેના ઉપર બગડી હતી. લાયસન્સ માટે મેહુલે મહિલાને નવસારી જવાની જરૂર પડશે એવું કહીને તેની સાથે લઈ ગયો હતો. તે દરમિયાન તેણે દુષ્કર્મ આચરતા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આજે હીરાબાગ સર્કલ ખાતેથી પગપાળા ચાલીને હીરાબાગ વિસ્તારમાં આવેલી પૂર્વી સોસાયટી ખાતે આમ આદમી પાર્ટીની કાર્યાલયની બહાર હોબાળો મચાવ્યો હતો. ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રીત થઈને આમ આદમી પાર્ટીની કાર્યાલય બહાર હલ્લાબોલ કર્યો હતો. પીડિત મહિલાને ન્યાય અપાવવા માટેની માગણી કરી હતી.કાપોદ્રા વોર્ડ નંબર 4ની આમ આદમી પાર્ટીના કાર્યાલયની બહાર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ એકત્રિત થઇને સૂત્રોચ્ચાર કર્યા હતા. આપના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાને લઈને પણ સૂત્રોચ્ચાર કરીને પોતાના ભાઈ મેહુલને છાવરવાને બદલે તપાસ માટે સહકાર આપે તેવી માગ કરવામાં આવી હતી. મહિલા પર આચરવામાં આવેલા દુષ્કર્મને કારણે ભાજપની મહિલા પાંખે પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.