સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 મે 2017 (11:34 IST)

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વડોદરામાં બેના મોત

ગુજરાતમાં મે મહિનો અગનજ્વાળા વરસાવતો હોય તેવું દ્રશ્ય જોવા મળતું હતું. રાજ્યમાં ગરમીનો પારો 43ની પાર પહોંચી ગયો હતો. અનેક લોકોના બેભાન થવા તથા અન્ય બિમારીઓના ભોગ પણ બન્યાં હતાં ત્યારે રાજ્યમાં રવિવારે મોડી સાંજે તોફાની પવન અને ગાજવીજ સાથે વડોદરા, અમદાવાદ, ગાંધીનગર,રાજકોટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં વડોદરામાં બેનાં મોત પણ થયા હતા.

ગાંધીનગરમાં કરા પડ્યા હતા. તોફાની પવનને કારણે કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ પણ તૂટી ગયા હતા. વડોદરામાં મોડી રાત્રે   ધૂળની ડમરી સાથે અચાનક આવેલા વાવાઝોડાને પગલે લોકોની હાલત કફોડી બની હતી. અનેક જગ્યાએ હોર્ડિંગ ધરાશાયી થવાના, ઝાડ પડવાના અને આગ લાગવાના બનાવો બન્યા હતા. પહેલા વરસાદમાં મોટાભાગના વિસ્તારમાં લાઇટ જતાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઇ હતી.  લીંબડી પંથકના ગામડાઓમાં વરસાદ પડ્યાના સમાચાર મળ્યા હતા. નેશનલ હાઇવે પર આવેલા  ગ્રામ્ય વિસ્તારની આજુ બાજુમાં જોરદાર પવન સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદ, ગાંધીનગર, કલોલ સહિતના વિસ્તારોમાં પણ  તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ગાંધીનગરમાં વરસાદ બંધ થયાના અડધા કલાક બાદ તોફાની પવન શરૂ થતાં અનેક જગ્યાએ હોર્ડિંગ્સ તૂટી પડ્યા હતા.

વરસાદનાં કારણે બાજરીનાં પાકને વ્યાપક નુકશાન પહોચ્યુ છે. પવન સાથેનાં વરસાદનાં કારણે પાકવા પર આવેલી ઉભી બાજરી ઢળી ગઇ છે. તો કેરીનાં આંબાવાડીયામાં પણ કેરીઓ ખરી જવાથી નુકશાન થયુ છે. લીંબડી પંથકના ગામડાઓમાં વરસાદ પડયાના સમાચાર મળ્યા હતા. નેશનલ હાઇવે પર આવેલા કરશનગઢ,મીઠાપુર, દેવપરા,સહિતના ગ્રામ્ય વિસ્તારની આજુ બાજુમાં જોરદાર પવન સાથે વરસાદ પડયો હતો. પાણશીણા સહિતની આજુ બાજુના ગામોમાં પણ તોફાની પવન ફુંકાયો હતો.પવનની ગતી એટલી બધી તીર્વ હતી કે નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહનોની ગતિ પણ મંદ પડી ગઇ હતી. કેટલાક લોકોએ પોતાના વાહનો પણ થંભાવી દેતા હાઇવે પર લાઇનો લાગી ગઇ હતી.