શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 જૂન 2020 (10:47 IST)

ગુજરાતનાના 16 જિલ્લામાં વરસાદ, માંડવીમાં 2 કલાકમાં 4 ઇંચ, કલ્યાણપુરામાં 6.7 ઇંચ વરસાદ

ગુજરાતમાં વરસાદે વિરામ લીધા બાદ રવિવારે બીજી ઇનિંગની શરૂઆત કરતાં સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં મનમૂકીને બેટીંગ કરી હતી. સોમવારે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં 4.1 ઇંચ વરસાદ માત્ર બે કલાકમાં ખાબક્યો છે. રવિવારે રાજ્યના 16 જિલ્લાના 68 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. 
 
ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે ગઇકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘમહેર જોવા મળી હતી. જેમાં સૌથી વધારે કલ્યાણપુરમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે. કલ્યાણપુરમાં 8 ઇંચ વરસાદ વરસતા સાની ડેમમાં નવા નીર આવ્યા છે. ખંભાળિયામાં 4, ભાણવડમાં 3.5, દ્વારકામાં 3, લાલપુર અને જામજોઘપુરમાં 2, જામનગરમાં અડધો ઇંચ ખાબક્યો હતો. જ્યારે માંડવીમાં 5 ઈંચ, પોરબંદરમાં સાડા 4 ઈંચ વરસાદ, દ્વારકામાં 3 ઈંચ, ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ, કેશોદમાં પોણા ત્રણ ઈંચ, રાણાવાવમાં સવા 2 ઈંચ વરસાદ પડ્યો છે. 
 
હવામાન વિભાગની આગાહી અનુસાર 22 જૂન અને 23 જૂનના રોજ સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદ, પાટણ, આણંદ, ખેડા, નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર, નર્મદા, અમરેલી, જામનગર, ગીર સોમનાથ, રાજકોટ, દીવ, દાદરાનગર હવેલી અને દમણમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.
 
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 6.7 ઇંચ અને કચ્છના માંડવીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. હવમાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. 
 
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા જોઇએ તો દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, નવસારી અને રાજકોટ જિલ્લાના કુલ 21 તાલુકા 1 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 6.7, કચ્છના માંડવીમાં 6, પોરબંદરમાં 4.6 ઇંચ વરસાદ નોંધાયો છે.