બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 જુલાઈ 2018 (10:57 IST)

20 ઈંચ વરસાદથી ગીરગઢડા અને ઉના બોટમાં ફેરવાયુ, જુઓ લોકોની કેટલી કપરી હાલત છે

ગુજરાતના 7 જીલ્લામાં નદી નાળા ઉફાન પર છે. સોમવારે સોમનાથ જીલ્લાના ગિર ગઢડામાં 364 મિલીમીટર મતલબ 14 ઈંચ વધુ વરસાદ થયો. અચાનક ટ્રેક પર પાણી આવી જવાથી એક ટ્રેન ફસાય ગઈ. જેનાથી 95 લોકોને બચાવ્યા. ગુજરાતમાં એનડીઆરએફની 15 ટીમો સાથે એયરફોર્સને એલર્ટ પર મુકવામાં આવ્યુ છે. 
ગુજરાતના નવસારી, અમરેલી, જૂનાગઢ અને સુરતમાં 500થી વધુ લોકોને સુરક્ષિત સ્થાન પર મોકલવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં ગીરગઢડામાં 20 ઈંચ, ઉનામાં 18 ઈંચ, કોડીનારમાં 14 ઈંચ, જાફરાબાદમાં 12 ઈંચ, સુત્રાપાડામાં 11 ઈંચ, ધરમપુરમાં 9 ઈંચ, વલસાડમાં 8 ઈંચ, વગાઈ-પારડી-ખેરગામમાં 8 ઈંચ અને રાજકોટમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે સમગ્ર જગ્યા પાણી ભરાઈ ગયા હતાં. ભારે વરસાદના કારણે તો ગીરગઢડા, ઉના સહિતના વિસ્તારોમાં તો પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.
ગીરગઢડાનું હરમડિયા ગામ જ્યા સાગાવાડી નદીના પાણી ગામમાં ફરી વળતા મકાનોમાં 12 ફૂટ પાણી ભરાયા છે અને લોકોને ઘરની બહાર કાઢી ઉચાણ વાળા વિસ્તારોમાં લઇ જવાય છે. સ્થાનીક જિલ્લા વહીવટી તંત્રનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ વામણું પુરવાર થયું છે. તો બીજી તરફ મદદ માટે આવેલી NDRFની ટિમ ચારે બાજુ રસ્તા બંધ હોવાથી અહીં પહોંચી શકી નથી.ગામના માજી સરપંચનું કહેવું છે મેં છેલ્લા 50 વર્ષમાં આવા દ્રશ્યો નથી જોયા.નિચાણવાળા વિસ્તારના લોકોની સ્થિતિ દયનિય બની છે. ગામ લોકો ટ્રેકટર દ્વારા અવર જવર કરી રહ્યાં છે.
કોડીનાર શહેરમા આવેલો શીગોડાં ડેમ ઓવરફ્લો થયો છે. નદીમાં પાણીનું પુર આવતા બ્રિજ પર પાણી ફરી વળ્યાં છે. ઘસમસ્તા પાણીના પ્રવાહને જોવા લોકો મોટી સંખ્યામાં ભેગા થયા છે.ગીરગઢડા અને ઉના પર આફત આવી છે. આસમાની આફતના કારણે કરેણી, વેળાકોટ, હરમડિયા, આલિદર સહિત બન્ને તાલુકાના 30થી વધુ ગામોની પરિસ્થિતિ દયનિય બની છે.
તમામ મુસાફરો સલામત છે. તો ગીરગઢડાના સનવાવ ગામે એન.ડી.આર.એફ.એ રેસ્ક્યુ કરી 4 લોકોને બચાવ્યા છે. જ્યારે કરેણી ગામે હજુ 15 લોકો ધાબા પર છે. જેને બચાવવા હેલિકોપ્ટરની મદદ મગાવાઈ છે. પરંતુ ભારે વરસાદના કારણે હેલિકોપ્ટર કે તંત્રની મદદ લોકો સુધી પહોંચી નથી.
 
ઉનાના 30 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. 6 કલાકમાં 10 ઈંચ વરસાદ પડવાથી કોડીનારથી ઉનાનો સંપર્ક તૂટયો છે.ગીર સોમનાથના ઉના-કોડીનાર ખાતે મેઘ કહેર બનીને વરસ્યો છે. તો ગીરની ખમીરવંતી પ્રજા મેઘકહેરને મેઘમહેર માની રહી છે. મચ્છુન્દરી નદીમાં પાણીની આવક વધી રહી છે. ઉનાના ગુંદાળા ગામે ત્રણ કલાકમાં આઠ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી આ ગામ પાસેથી પસાર થતા મચ્છુન્દરી નદીમાં વર્ષ 1998માં જે રીતે પાણી આવ્યુ તેવુ ધસમસતુ પાણી જોવા મળ્યુ હતુ.