મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 11 જૂન 2022 (14:40 IST)

વલસાડમાં અડધી રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ

rain gujarat
આગામી 4 દિવસ સામાન્ય વરસાદની આગાહી. 
 
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. 
 
અમદાવાદ, આણંદ, વડોદરા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ,ભાવનગર, અમરેલી માં 30 થી 40 કિલોમીટર ઝડપે પવન સાથે સામાન્ય થી મધ્યમ વરસાદ
 
વલસાડ શહેર સહિત જિલ્લાના અનેક પથંકમાં શુક્રવારે મધ્યરાત્રિએ ગાજ વીજ સાથે વરસાદ વરસ્યો હતો. વલસાડ તાલુકામાં 14 MM અને કપરાડા તાલુકામાં 2 MM વરસાદ વરસ્યો હતો. વલસાડ શહેરમાં મધ્યરાત્રિએ આવેલા ધોધમાર વરસાદને પગલે વીજળી ડૂલ થઈ હતી, જેને લઈને શહેરમાં વીજ કંપની દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સૂનની કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. શહેરના અનેક વિસ્તારોમાં વીજપ્રવાહ ખોરવાયો હતો. શહેરમાં પ્રથમ વરસાદે જ વીજ કંપનીના કર્મચારીઓને દોડતા કરી દીધા હતા.

મહારાષ્ટ્રમાં પડી રહેલા વરસાદ બાદ વલસાડ શહેરમાં પણ વરસાદે દસ્તક દીધી છે. શહેરમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જોકે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વીજપ્રવાહ ખોરવાયો હતો. વીજ કંપની દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સૂન કામગીરીઓ સામે અનેક સવાલો ઊઠ્યા હતા. મધ્યરાત્રિએ પડેલા વરસાદને લઈને સમગ્ર વલસાડ પંથકમાં વીજપ્રવાહ ખોરવાયો હતો. વરસાદને પગલે કાળઝાળ ગરમી સામે લોકોને જરૂર રાહત થઈ હતી. બીજી તરફ, કેરી અને ઉનાળુ પાકનું વાવેતર કરનારા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.વલસાડ તાલુકામાં 14 MM અને કપરાડા તાલુકામાં 2 MM વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં મોન્સૂનની શરૂઆત થઈ હોવાના સંકેત આપ્યા છે. એક અઠવાડિયાથી મોન્સૂને વલસાડ જિલ્લામાં દસ્તક દીધી હોવાનું વલસાડ ડિઝાસ્ટર વિભાગની ટીમે જણાવ્યું છે.