ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 જૂન 2022 (11:12 IST)

આતંકી સંગઠન અલ કાયદાની ધમકી બાદ ગુજરાતભરમાં એલર્ટ, પોલીસ સુરક્ષામાં કરાયો વધારો

પયગંબર વિરુદ્ધ કરાયેલ ટીપ્પણી મામલે દુનિયાના ટોચના આતંકી સંગઠન અલ કાયદાએ ગુજરાત સહિત અનેક પ્રાંતમાં આત્મઘાતી હુમલાની ચીમકી આપી છે. અલકાયદા દ્વારા એક લેટર લખીને ગુજરાત, યુપી, મુંબઈ અને દિલ્હીમા મોટાપાયે આત્મઘાતી હુમલા કરવાની ધમકી અપાઈ હતી. જેને લઈને ગુજરાત પોલીસ ઍલર્ટ મોડમાં આવી ગઈ છે. આતંકવાદી સંગઠન અલકાયદાએ દેશમાં હુમલાની ધમકી આપ્યા બાદ ગુજરાતભરમાં એલર્ટ અપાયું છે. ત્યારે દ્વારકા મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે. હાઈ અલર્ટને પગલે રાજ્યની પોલીસ એલર્ટ થઇ ગઇ છે. 
 
બીજી તરફ રાજ્યમાં શાંતિ ન ડહોળાઇ તે માટે પોલીસ સતર્ક બની છે. ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર પર અરવલ્લી પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે દ્વારકા ખાતે આવેલ દ્વારકાધીશ જગત મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો છે. 
 
હાલ આતંકવાદી હુમલાની દેહશતના પગલે દ્વારકા જિલ્લાના તમામ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા તમામ એન્ટ્રી કરતા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. તો દ્વારકાધીશ મંદિર, ગોમતીઘાટ, સુદામાસેતુ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન પર તેમજ શહેરના ભીડભાડવાળી જગ્યામાં પોલીસ દ્વારા ખાસ નજર રખાઈ રહી છે. જગત મંદિર દ્વારકા ખાતે પણ સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. અહીં આવતા તમામ લોકોને ચેકીંગ કર્યા બાદ જ મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોના બાદ ભગવાન જગન્નાથજીની નગરચર્યા શ્રદ્ધાળુઓના દર્શન માટે નીકળશે. બીજી તરફ આતંકી હુમલાની દહેશત અને અલ કાયદા આતંકી સંગઠન દ્વારા રાજ્યમાં ફિદાઈન હુમલા કરવાની ધમકી આપ્યા બાદ હવે અમદાવાદની રથયાત્રામાં પણ સુરક્ષામાં વઘારો કરવામાં આવ્યો છે. જેને પગલે રથયાત્રામાં આ વખતે સુરક્ષામાં ખાસ કરીને અખાડા,ટ્રક, રથ અને દરેક મુવીંગ વસ્તુ પર GPS ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવશે.
 
આ વખતે ખાસ જમીન અને આકાશ માંથી સુરક્ષા વ્યવસ્થા કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એક હજારથી વધુ કૅમેરા અને CCTV સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. આ વખતે અખાડા રથ ટ્રક વગે GPSથી કનેક્ટ થશે.