1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 માર્ચ 2021 (10:30 IST)

સુરતના નવા મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણી

શહેરીજનોની આજે આતૂરતાનો અંત થયો છે. મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરવામાં આવી છે. પ્રથમ બોર્ડની બેઠક મહાપાલિકા દ્વારા પાલ સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે યોજી છે. તેમાં અધ્યક્ષ સ્થાને કમિશનર છે. જેમાં પરેશ પટેલની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે વરણી કરવામાં આવી છે. જ્યારે અમિતસિંહ રાજપૂત શાસક પક્ષનાં નેતા બન્યા છે.સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારોની આજે પ્રદેશ ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે હેમાલી બોઘાવાલા, ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણી, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે પરેશ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપુત અને દંડક તરીકે વિનોદ પટેલની પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે.

રાજ્યમાં મહાનગરપાલિકામાં ચૂંટણીમાં ભાજપની મોટી જીત થઈ છે. અમદાવાદ, વડોદરા, ભાવનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી ચૂકી હતી. સુરત, જામનગર અને રાજકોટ મનપાના હોદ્દેદારોના નામોની જાહેરાત બાકી હતી ત્યારે આજે સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર કરાયા છે અને આજે સાંજ સુધીમાં રાજકોટ અને જામનગરના મેયર સહિતના હોદ્દેદારોના નામ પણ જાહેર થઈ જશે.