શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 માર્ચ 2017 (11:55 IST)

ગુજરાતના હીરો પ્લાન્ટનું પ્રથમ બાઇક સોમનાથ મહાદેવને કરાયું અર્પણ

ગુજરાતના હાલોલ ખાતે હીરો મોટો કોર્પો લિમિટેડ કંપનીએ પોતાનો બાઇક બનાવવનો પ્લાન્ટ શરુ કર્યો છે. આ પ્લાન્ટમાંથી ઉત્પાદન થયેલ પ્રથમ હીરો બાઇક સોમનાથ મહાદેવને અર્પણ કરવાનું કંપનીએ નકકી કર્યું હતું. જે અંર્તગત મંગળવારે હીરો કંપનીના પ્લાન્ટ હેડ મુકેશ ગોયલ, લવ શર્મા બાઇક સાથે સોમનાથ આવી સોમનાથ મહાદેવની પુજા-અર્ચન સાથે જળાભીષેક કરી પ્લાન્ટનું પ્રથમ બાઇક સોમનાથ મહાદેવને અર્પણ કર્યું હતું.