શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 1 ઑક્ટોબર 2018 (13:22 IST)

દોઢ વર્ષની બાળકી પર બળાત્કારઃ હિંમતનગરનું રાયગઢ ગામ સજ્જડ બંધ

સાબરકાંઠા જિલ્લાના ઢુંઢર ગામ ખાતે દોઢ વર્ષની બાળકી પર થયેલા રેપના વિરોધમાં આજે હિંમતનગરનું રાયગઢ ગામ સજ્જડ બંધ રહ્યું છે. ગામના તમામ લોકો સ્વયંભૂ બંધમાં જોડાયા હતા. ગામના તમામ લોકો બંધમાં જોડાયા છે. ગામની મુખ્ય બજારમાં એક પણ દુકાન ખુલી નથી. બંધ પહેલા ગામના લોકોએ રાત્રે કેન્ડલ માર્ચ કાઢી હતી.બીજી તરફ ઢુંઢર ગામ ખાતે બાળકી પર થયેલા રેપના મામલે વિરોધ પ્રદર્શન કરતા હિંમતનગરના ગામડી ગામ ખાતે હાઇવે પર ટાયરો સળગાવવામાં આવ્યા હતા. હિંમતનગર-શામળાજી હાઇવે પર અજાણ્યા લોકોએ બળાત્કારની ઘટનાનો વિરોધ કરીને હાઇવે વચ્ચે જ ટાયરો સળગાવ્યા હતા.


બળાત્કારનો ભોગ બનેલી દોઢ વર્ષની બાળકીની હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. બનાવના દિવસે જ મોડી રાત્રે બાળકીને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી. અહીં તાત્કાલિક તેના પર ઓપરેશન કરવામાં આવ્યું હતું.હાલ અમદાવાદ સિવિલ ખાતે સારવાર હેઠળ રહેલી બાળકીની મુલાકાત બાળ આયોગના ચેરમેન લેશે. મુલાકાત દરમિયાન બાળ આયોગ પરિવારને સહાયની પણ જાહેરાત કરશે.રવિવારે હિંમતનગરના રાયગઢ ગામ સહિત તેની આસપાસના સાત જેટલા ગામના લોકોએ કેન્ડલ માર્ચ યોજી હતી.
લોકોએ આરોપીને ફાંસીને સજા મળે તેવી માંગણી કરી હતી. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.બનાસકાંઠાના હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામે શુક્રવારે મોડી સાંજે એક દોઢ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામં આવ્યો હતો. ગામની બાજુમાં આવેલી એક ફેક્ટરીના મજૂરે દોઢ વર્ષની બાળકી સાથે આ જધન્ય કૃત્ય આચર્યું હતું. આ વાતની ખબર ગામના લોકોને પડતા લોકોએ ફેક્ટરી બહાર પડેલી ત્રણ કાર અને બાઇકોમાં આગ લગાડી દીધી હતી. એટલું જ નહીં લોકોએ ફેક્ટરીમાં પણ તોડફોડ કરી હતી.